જુનાગઢ ના જગદીશભાઇ સિંધલ મજુરીકામ કરી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય,અને રૂપિયા 5,000 કિંમતનું LED Light નુ કાર્ટુન ખોવાય ગયું હતું જૂનાગઢ પોલીસે શોધીને અરજદારને પરત કર્યું

Share to




રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનું કાર્ટુન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.*_

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર જગદીશભાઇ ભિખાભાઇ સિંધલ જૂનાગઢના વતની હોય, અને મજુરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય, જગદીશભાઇ મધુરમથી પોતાના છોટા હાથીમાં LED Light ના કાર્ટુન લઇ સાબલપુર ચોકડી તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૫,૦૦૦/- ની કિંમતનું એક કાર્ટુન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય*, બિપીનભાઇએ આજુબાજુ તપાસ કરતા તેમનું કાર્ટુન મળેલ નહિ, જેથી તેઓ વ્યથીત થઇ ગયેલ હતા કે કાર્ટુન નહિ મળે તો દુકાનદારને શું જવાબ આપશે? કાર્ટુનની કિં.રૂ. ૫,૦૦૦ છે તે કેવી રીતે ચુકવશે? આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી , હાર્દીકભાઇ સિસોદિયા, શીલ્પાબેન કટારીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જગદીશભાઇ સિંધલ જે રૂટ પરથી પસાર થયેલ, તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા જગદીશભાઇનું LED Light નું કાર્ટુન સાબલપુર ચોકડી પાસે પડતું હોય તેવું જણાય છે. ત્યાર બાદ તુરંત જ એક અજાણ્યા pic-up વાહન દ્રારા તે કાર્ટુન ઉઠાવી લેવાનુ ધ્યાને આવેલ. જે આધારે તે વાહન ચાલક નો રજી. નં. GJ 11 UU 2834 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા pic-up વાહન ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે કાર્ટુન તેમની પાસે હોવાનું જણાવેલ.જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા જગદીશભાઇ સિંધલ નું રૂ. ૫,૦૦૦/- ની કિંમતનું કાર્ટુન રીકવર કરી ગણતરીની કલાકોમાં શોધી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને જગદીશભાઇ સિંધલ દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_


નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૫,૦૦૦/-ની કીંમતનું કાર્ટુન ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to