September 7, 2024

એક્સિસ બેંક ના નામે RPL કંપની નો વધુ એક કર્મચારી ફ્રોડ નો શિકાર

Share to




એકજ અઠવાડિયા મા બે બનાવો બનતા એક્સીસ બેંક મા ખાતું ધરાવતા 500 જેટલા RPL કંપની ના કર્મચારીઓ પોતાના સેલરી એકાઉન્ટ અન્ય બેંક મા ટ્રાન્સફર કરાવે તેવી શક્યતા

ઇકરામ મલેક દ્વારા રાજપીપલા


26 ઓગસ્ટ ના રોજ રાજપીપલા મા રહેતા ને RPL કંપની મા જોબ કરતા નિલેશ સોલંકી સાથે એક્સિસ બેન્કના ખાતા સાથે પાનકાર્ડ લિંક કરાવવાના નામે ₹4,98,000 ની છેતરપિંડી થઈ હતી હજી તો આ બનાવવાની શાહી સુકાઈ નથી ત્યાં આરપીએલ કંપનીના જ એક કર્મચારી ઇન્દ્રપ્રદન પટેલ રહેવાસી ઉમલ્લા તા, ઝઘડિયા સાથે પણ આ જ રીતે એક્સિસ બેન્ક ના નામે છેતરપિંડી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા RPL કંપનીમાં નોકરી કરતા અને axis bank માં સેલેરી એકાઉન્ટ ધરાવતા 500 જેટલા કર્મચારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે.

નવાઈની વાત એ છે axis bank માં ખાતું ધરાવતા ઇન્દ્રવદન પટેલ દ્વારા તેઓના બેન્ક ખાતામાં નામ અને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ના નામ મા બંનેમાં ફરક હોવાથી નામ સુધારો કરવા માટે તેમણે અરજી આપી હતી. ત્યારબાદ તેમના મોબાઈલ ઉપર, શનિવાર ની સાંજે એક્સિસ બેન્કથી બોલ રહ હું તેમ કહી ફોન આવ્યો હતો અને તેમના નામમાં સુધારો કરવાનો છે તેવું પૂછતા તેમણે હા પાડી હતી.ત્યાર બાદ તેમની પાસે નામ ના સુધારો કરવા માટે OTP આપવું પડશે એમ કહી તેમના ખાતા મા રૂ.4,98,000/- ની લોન કરી નાખી ફોન હેક કરી પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા.

પરંતુ આ ફ્રોડ થી તદ્દન અજાણ એવા ઇન્દ્રવદન પટેલ ને પોતાના સાથી કર્મચારી સાથે આ પ્રકાર નું OTP આપતા ફ્રોડ થયો છે, તેવી જાણકારી સોમવારે થતા તેઓ પણ ચોંકી ઉઠ્યાં હતા અને તેઓ એ પણ પોતાના ખાતા ની વિગતો ચેક કરતા તેમને પણ પોતાની સાથે રૂ.4,96,000/- નો ફ્રોડ થયો હોવાની જાણ થતા તેઓ એક્સિસ બેંક મા દોડી ગયા હતા, અને રાજપીપલા સાયબર ક્રાઈમ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


Share to

You may have missed