November 21, 2024

જૂનાગઢના સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં ૧૧ શિક્ષકોને શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરીનેશિક્ષક દિનની ઉજવણી કરાઇ

Share to



જુનાગઢ મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર
આજે શિક્ષકોને સન્માનિત કરી મને પણ આનંદ થયો
જિલ્લા કક્ષાના ૪ શિક્ષકોને એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂા.૧૫,૦૦૦નો ચેકથી સન્માનિત કરાયા, તાલુકા કક્ષાના ૭ શિક્ષકોને પણ એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂા.૫,૦૦૦નો ચેકથી સન્માનિત કરાયા

જૂનાગઢ તા.૫ ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોમાંથી વર્ષ ૨૦૨૩૨૪ માટે તાલુકા-જિલ્લા કક્ષાના શિક્ષક તરીકે પસંદગી પામેલા ૧૧ શિક્ષકોને ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ એટલે કે શિક્ષક દિને સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂા.૧૫,૦૦૦ તેમજ રૂા.૫૦૦૦ના ચેક આપી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે મુખ્ય મહેમાન મેયર શ્રીમતિ ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, શિક્ષક શ્રેષ્ઠ છે. તેમણે આપણને ભગવાન બતાવ્યા છે. આગળ વધાવાનો રસ્તો બતાવ્યો છે અને આજે શિક્ષક દિને શિક્ષકોનું સન્માન કરવાનો મોકો મળ્યો તે બદલ મને ખુબ જ આનંદ છે.
જૂનાગઢ જિલ્લામાંથી ૧૧ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી કે જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરી છે. જેમાં જિલ્લા કક્ષાએ ડો.હેમલભાઇ રાજેન્દ્રસિંહ ઠાકોર, રિઝવાન યુસુફભાઇ કોતલ, ડો.સુરેશકુમાર ગોવિંદભાઇ મેવાડા અને ડો.કિશોરકુમાર વાલજીભાઇ શેલડિયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂા.૧૫,૦૦૦નો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા કક્ષાએ નિતેશભાઇ જમનાદાસ માથુકિયા, જલ્પાબેન હસમુખરાય કામદાર, વિલાસબેન જીણાભાઇ રાખોલિયા, કંચનબેન બાબુલાલ સાંગાણી, નિશાબેન દિનેશભાઇ ગોસ્વામી, સુભાષભાઇ મસરીભાઇ વાળા અને લશ્કરી હસમુખરાય ત્રિભુવનદાસને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂા.૫,૦૦૦નો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માતિ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન સ્કોલરશીપની પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રેષ્ઠ શિક્ષક ડો.સુરેશ મેવાડા અને નિશાબેન ગોસ્વામીએ પોતાના પ્રતિભાવો આપી શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમનું સન્માન કરવા બદલ જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષણ વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.
આ તકે જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતિ મધુબેન સાવલિયા, ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ ભાયાણી, બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સીપાલ આર.પી.ભટ્ટ, ડાઇટ પ્રાચાર્ય વતી ભરતભાઇ મેસિયા, સંચાલક મંડળના પ્રમુખ જી.પી.કાઠી, અગ્રણી અશોકભાઇ રામ, કેમ્પસ ડાયરેક્ટર સવાણી અને એકલવ્ય સ્કુલના ચેતનભાઇ શાહ સહિતના મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરે આપ્યું હતું અને આભાર વિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.ડી.ઘુંચલાએ કરી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દ્દુરદર્શી ન્યુઝ


Share to

You may have missed