ડેડીયાપાડા ના પોલીસ ઇન્સ્પેક્ટર ની કુનેહ ભરી કામગીરીના કારણે બળાત્કારીઓથી બાળકીઓ ને રક્ષણ મળ્યું છે જેની પંથકમાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે

Share to


ડેડીયાપાડા ના પી.આઈ પ્રકાશ પંડ્યા 2019 ની સાલમાં ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ અધિકારી તરીકે નામના મેળવી ચૂક્યા છે અને માન્ય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ષ 2019 માં ટ્રોફી પણ મેળવી ચૂક્યા છે જેના કારણે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ તેમને અગાઉ મળી ચૂક્યા છે

ડેડીયાપાડામાં બનેલ છેલ્લા ત્રણેય બળાત્કારના ગુનાઓ માં બનાવોમાં ફરીયાદીએ ૧૮૧ નો સહારો લીધેલ પોલીસને જાણ થતાં તેમણે પોતાના તાંબા હેઠળના પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તપાસ અધિકારીઓ સૂચના આપી હતી કે તમામે તમામ સંબંધી ગુના કે ગંભીર ગુનામાં તાત્કાલિક ધોરણે મને જાણ કરવી જેથી પોલીસ જવાન કે પોલીસ હેડ કોન્સ્ટેબલ આ બાબતની પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ પંડ્યાને જાણ કરે કે તરત તેઓ તાત્કાલિક આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેતા અને જે જે બાળકીઓ આ ગુનાની ભોગ બની છે તેની ઘટના સ્થળે મુલાકાત લઇ ખૂબ જ દિલથી આ બાળકીઓને ન્યાય આપવાનો તેમણે નક્કી કર્યું હતું અને પોલીસે તમામે તમામ આરોપીઓ સામે કાયદેસરની કામગીરી કરવાની શરૂ કરી જેના કારણે પોલીસે સમાધાન નહી પરંતુ ફરીયાદીના પડખે ઊભા રહી આરોપીઓને પકડી કાયદેસર ગુના દાખલ કરેલ છે. અને ગુના દાખલ કર્યા પછી તમામ ગુનાઓમાં સાંયોગિક પૂરાવા મેળવી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે. જેથી આ તમામ બાળકીઓને રાક્ષસી પંજામાંથી મુક્તિ મળી છે અને આરોપીઓ જેલ ભેગા થયા છે જે ખરેખર ખુબ જ સરાહનીય બાબત ગણી શકાય કારણ કે આ જમાનામાં કોઈપણ વ્યક્તિ પૈસાની પાછળ દોડે છે પરંતુ આ પોલીસ અધિકારી એ પોતાના ખુદના પૈસા ખર્ચ કરીને બાળકીઓની જિંદગી બદલવાનો નિર્ધાર કર્યો છે અને તેમના દુઃખ દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ બન્યા છે આવા સજ્જન પોલીસ અધિકારીના કારણે જ કદાચ ડેડીયાપાડામાં એક સાથે ત્રણ ત્રણ પોલીસ ફરીયાદ નોંધાઈ છે નહિતર આ બાળકીઓનો જીવન દુષ્કર બની જતે
Box. આ તપાસ બાબતે પત્રકારો સાથેની વાતચીતમાં પીઆઇ પ્રકાશ પંડ્યા એ જણાવ્યું હતું કે આ ગુનાઓનો ભેદ કેવી રીતે શોધી શક્યા ત્યારે તેમણે જણાવ્યું હતું ડેડીયાપાડામાં એક પછી એક બાળકીઓને લગતી બળાત્કારની ઘટના મારો નજરમાં આવતા મેં તાત્કાલિક ધોરણે તમામ જગ્યાએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને ખરેખર તમામ બાળકીઓ પીડીત હતી અને દુઃખથી કણસતી હતી જેથી મેં નિર્ધાર કર્યો કે તમામને ન્યાય આપવો જોઈએ જેથી ત્રણેય કેસોમાં પોસકો હેઠળ નો ગુનો નોંધાતો હોય અને બાળકીઓનો રક્ષણની જવાબદારી પોલીસની બની ત્યારે આ જવાબદારી નિભાવ માટે ને તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરાવી મેડિકલ ટેસ્ટો કરાવ્યા અને તમામે તમામ આરોપીમાંથી કોઈ છટકી ન જાય તેવી તમામ કાળજી રાખીને ત્રણેય કેસના આરોપીઓને ઝડપી પાડીને જેલ ભેગા કર્યા છે જેથી બીજી કોઈ બાળકીઓ આવા દરિંદા ના હાથમાં ના આવે તેવા શુભ આશયથી આ તપાસ કરવામા આવી હતી અને સાથે વર્ષ-૨૦૨૩માં બનવા પામેલ શરીર સંબંધિત ગુનાઓના તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલ છે.

અને નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂબે અને નાયબ પોલીસવડા જે એ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ બનાવેલ SHE ટીમને ખરા અર્થમાં ગામે ગામ ફેરવી સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, ૧૮૧, ૧૦૮, ૧૯૩૦, ૧૦૦ નંબર વિગેરે જેવી હેલ્પલાઇનનું આંતરિયાળ ગામડાઓના દરેક માણસને જ્ઞાન પિરસ્યું છે તેના પરિણામના ભાગરૂપે આ તમામ કિસ્સાઓ બહાર આવ્યા છે. ડેડીયાપાડા પો.સ્ટે.માં પણ એ જ પ્રકારની કામગીરી જોવા મળેલ છે
અને તેમની સાથે વાતચીત માં બીજા એક એવોર્ડ પણ તેમને મળ્યો છે જેમાં અગાઉ વર્ષ-૨૦૧૯ના ભારતના સર્વ શ્રેષ્ઠ પોલીસ અધિકારી તરીકે પસંદગી પામી ચુકેલ છે અને
માન. ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ષ-૨૦૧૯માં ટ્રોફી પણ એનાયત થયેલ છે. તેમ પણ જણાવ્યું હતું.


Share to