October 17, 2024

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે તારીખ 05/09/2023 ના રોજ ડૉ. અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં શિક્ષક દિવસ નિમિત્તે “શિક્ષક દિવસ”

Share to

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે તારીખ 05/09/2023 ના રોજ ડૉ. અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં શિક્ષક દિવસ નિમિત્તે “શિક્ષક દિવસ” ની ઉજવણી કરવામાં આવી. જેમાં FYBA, FYBSC, SYBA, SYBSC તથા TYBA ના કુલ 77 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભૂમિકા ભજવી હતી. તમામ વિદ્યાર્થીઓ તક મેળવીને સુંદર રીતે અધ્યાપન કાર્ય કર્યુ હતું જે આજે સમાજમાં ઉત્તમ શિક્ષક ની જરૂર છે બાબત પર કૉલેજ ના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલે ઉદબોધન કર્યું અને સંપૂર્ણ કાર્યક્રમ મેડમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ નું આયોજન ડૉ. રમેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કોલેજના અધ્યાપક ડૉ. ધર્મેશભાઈ વણકર તથા અનિષાબેન વસાવા તથા ડો. પ્રફુલભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે ભૂમિકા ભજવનાર ત્રણ વિદ્યાર્થીઓને ક્રમ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે વસાવા સુનિલભાઈ પારસીંગ SYBA બીજો ક્રમાંક પિંજારી અફલખાં રબખાં FYBScતથા ત્રીજો ક્રમાંક વસાવા પાયલબેન ચુનીલાલ TYBA ને આપવામાં આવ્યો હતો.


Share to

You may have missed