ઝગડીયા જીઆઇડીસી ખાતે આવેલ DCM કંપની દ્વારા વિના પરમિશન લોખન્ડ ની વિશાળ રેક નું કામ કરતા સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 05-09-23

વિના મંજૂરી લોખન્ડ ની મોટી રેકો નું મહાકાય સ્ટ્રક્ચર જાહેર માર્ગ ની બને સાઈડ ઉપર મૂકી દેતા અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ…..

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામા આવેલ જીઆઇડીસી માં પ્લોટ નંબર 749 મા આવેલ શ્રી રામ DCM અલ્કાલી કેમિકલ લિમિટેડ નામની કંપની દ્વારા બેદરકારી રીતે નોટિફાઈડ ઓફિસની વિના મંજૂરી જાહેર માર્ગની બને સાઈડ ઉપર લોખન્ડની રેકો મૂકી દેવામાં આવી છે અને તેમાં વેલ્ડિંગ સહિત ની કામગીરી ચાલી રહી છે જેના થી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ કામ અર્થે જતા આવતા લોકો જેઓ ને મુશ્કેલી પડી રહી છે…કંપની પોતાની માલીકી ના રોડ રસ્તા હોઈ તેમ રોડ ઉપર લોખંડની મોટી રેકો નું કામ પોતાની પ્રીમાંયસી હદ મા કરાવવાના બદલે જાહેર માર્ગ મા અવરોધ કરી કામગીરી કરાવી રહી છે.. આ કામને જાહેર માર્ગ ઉપર વેલ્ડિંગ કરતા કર્મચારીઓ દેખાતા સ્થાનિક સામાજિક કાર્યકર્તા મિતેશ પઢીયાર દ્વારા આ બાબતે નોટિફાઈડ ઓફિસ ના અધિકારીઓ ને ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ એ જણવ્યું હતું કે DCM દ્વારા આ કામગીરી ની કંપની દ્વારા અમોને કોઈ સૂચના નથી આપવામાં આવી તો સવાલ એ કે જો આ કામગીરી બાબતે કેમ મંજરી નથી લેવામાં આવી

..

તો શુ શ્રીરામ DCM કંપની સંચાલકો પોતાને કાયદા થી મોટા સમજે છે…? કેમ આના માટે નોટિફાઈડ ઓફિસ મા મંજૂરી ન લીધી ? કેમ આટલી મહાકાય રેક નું કામ માર્ગ મા બનાવવાની જરૂર પડી શુ કંપની પાસે આ માટે જગ્યા ન હતી ? જે તપાસ નો વિષય છે..

અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ જ્યાં સમગ્ર GIDC મા આવતા જતા લોકો વાહન ચાલકો પસાર થાય છે અને તેઓ ને આ અવરોધ કરતી રેક ના કારણે હાલાકી ભોગવી પડે છે પોતાની માલિકી સમજી અને બેદરકાર શ્રી રામ DCM કંપની દ્વારા જાહેર માર્ગ ઉપર લોકો ના જીવ જોખમાય તે રીતે કામગીરી કરતા સ્પષ્ટ પણે આ કંપની પોતાની જો હુકુમી ચલવાઈ રહી હોઈ તેમ લાગી રહ્યું છે જેઓ કાયદા ને પણ નેવે મૂકી રહ્યા છે…ત્યારે સામાન્ય લોકો જેઓ માંડ માંડ પોતાનું પેટ્યું રડતા લોકો જેઓ ની દુકાન ઝોપડા હટાવવા માટે તેઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરતું તંત્ર આવા મોટા ઉદ્યોગો ઉપર કોઈ કાર્યવાહી કરશે કે નહી તે જોવું રહ્યું ..

બાઈટ / મિતેશ ભાઈ પઢીયાર /સામાજિક કાર્યકર્તા


Share to

You may have missed