મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે રાજકોટની PDU સિવિલ હોસ્પિટલ ખાતે ₹10 કરોડના ખર્ચે નિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગનું લોકાર્પણ

Share to

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે રાજકોટની PDU સિવિલ હોસ્પિટલ ખાતે ₹10 કરોડના ખર્ચે નિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અન્વયે રાજ્ય સરકાર અંતર્ગત રાજકોટ ખાતે શરૂ થનાર રાજ્યની આ પ્રકારની સૌપ્રથમ કેથલેબ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના હ્રદયરોગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ કેથલેબ વિભાગમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓનું રસપૂર્વક નિરીક્ષણ કરીને હ્રદયરોગના નિદાન અને સારવાર માટે ઉપલબ્ધ સુવિધા સંબંધિત માહિતી મેળવી હતી.


Share to

You may have missed