December 11, 2023

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટ ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ AIIMSની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ રાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થા ખાતે કાર્યરત વિવિધ વિભાગોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને ઉપલબ્ધ ઉત્કૃષ્ટ સારવાર સુવિધાઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Share toમુખ્યમંત્રીશ્રીએ AIIMSની મુલાકાત દરમ્યાન તબીબો તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને પ્રગતિ હેઠળના તથા ભવિષ્યના પ્રોજેક્ટ્સ વિશેની સમગ્રતયા માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ આ સંસ્થાની બાકીની કામગીરી નિયત માપદંડોના પાલન સાથે સત્વરે પૂર્ણ કરવાની સૂચનાની સાથોસાથ રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.


Share to

You may have missed