October 15, 2024

ડેડીયાપાડા મા ત્રણ દિવસ મા ત્રણ સગીરાઓ ઉપર દુષ્કર્મ ની કંપવનારી ઘટના

Share to


સામાજિક પતન જાણે શરૂ થઈ ગયું હોય એની સાબિતી આપતી ઘટનાઓ શરૂ થઈ ચૂકી છે…

ઈકરામ મલેક:રાજપીપળા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથક મા ત્રણ સગીરાઓ સાથે અલગ અલગ કિસ્સા મા ઉપરાછાપરી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે…

ત્રણ જ દિવસ ના ટૂંકા ગાળા મા ડેડીયાપાડા પોલીસ મથકે દુષ્કર્મની ના 3 જેટલા ગુનાઓ એક સાથે નોંધાતા સન્નાટો વ્યાપી જવા પામ્યો છે..

સૌથી પહેલી ઘટના 31 ઓગસ્ટ ના રોજ સામે આવી હતી જ્યા, કાબરી પઠાર ગામે 30 ઓગસ્ટ ની વહેલી સવારે 5:00 વાગ્યાના સુમારે એક સગીરા પોતાની રોજિંદી કામગીરી કરી રહી હતી તે ઘડીએ નજીકમાં રહેતા આરોપી ભાવસિંગ ફતેસિંઘ વસાવા દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું આ બાબતની ફરિયાદ સગીરાના પિતા દ્વારા ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી, પોલીસે આરોપી સામે પોસ્કો સાહિત ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો હતો..

બીજી ઘટના ડેડીયાપાડા તાલુકા ના નિવાલદા ગામે સામે આવી હતી આ ઘટના મા ખુદ સગા પિતા દ્વારાજ પોતાની દીકરી નું સતત 4 વર્ષ થી શોષણ કરાઈ રહ્યું હતું, આ મામલા નું ઘટસ્ફોટ ડેડીયાપાડા ના સરકારી દવાખાને થી થયું હતું, આ કિસ્સા મા આરોપી સામે ખુદ તેની પત્ની એ ફરિયાદ નોંધાવી છે…

આ કિસ્સા મા અમને એવી માહિતી મળી છે, કે પતિ અને પત્ની ઘણા સમય થી અલગ રહેતા હતા અને દીકરી પિતા અને દાદા પાસે રહેતી હતી જે સમય ગાળા દરમિયાન આ કંપવનારી ઘટના આરોપી પિતા દ્વારા અંજામ આપવામા આવી હતી…

આમ પિતા એ પોતાની સગી દીકરી નેજ નિશાન બનાવતા સમગ્ર સમાજ મા આરોપી નરાધમ સામે ફિટકાર અને રોષ ફાટી નીકળ્યો હતો… પોલીસે નરાધામ ને પકડી એની સામે પણ પોસ્કો સહિત ની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે….

ત્રીજી ઘટના ની વાત કરીએ ડેડીયાપાડા તાલુકા ના સુકવાલ ગામની સિમ મા તો 31 ઓગસ્ટ ના રોજસીમ મા બકરા ચારવા ગયેલી સગીરા નો 4 જેટલા યુવકો એ પીછો કર્યો હતો અને તેની સાથે બળજબરીથી પૂર્વક સામુહિક દુષ્કર્મ આચર્યું હતું….ચાર આરોપીઓ મા 1- અલ્પેશ રાયસિંગ વસાવા, 2-ખુમાન સુરેશ વસાવા 3-નિતેશ રમેશ વસાવા, 4-ગોવનજી રડવીયા વસાવા તમામ રહેવાસી બનતા વાડી હોવાનું ખુલ્યું છે..

આ ચારેય આરોપીઓ ને પોલીસે પકડી પાડ્યા છે અને સમગ્ર ઘટના ને કેવી રીતે અંજામ આપવામાં આવી એની પુછ પરચ પોલીસ કરી રહી છે..

આમ 3 દિવસ મા ત્રણ સગીરાઓ સાથે ઉપરા છાપરી દુષ્કર્મ ની ઘટનાઓ થી ડેડીયાપાડા પંથક હચમચી ઉઠ્યું છે, અને આરોપીઓ સામે વહેલી તકે કડક સજા કરી સમાજ મા દાખલા રૂપ સજા ની મંગ કરી રહ્યું છે…

ઈકરામ મલેક, રાજપીપલા, નર્મદા દ્વારા


Share to

You may have missed