લગ્નેતર સંબંધો ના કારણે વિખવાદ પડેલ દંપતી ને એક કરાવતી ૧૮૧ ટીમ ભરૂચ

Share to


અંકલેશ્વર તાલુકાના નજીક ના ગામ માંથી મારા સાસરી પરિવાર મને વારંવાર પિયર મોકલી દેવાની ધમકી આપે છે અને જગડો કરે છે. આ સંદેશો મળતા ૧૮૧ ટીમ ભરૂચ મહિલા એ જણાવેલ સરનામા પર ટૂંક સમયમાં પોહચી ને મહિલા ની મુલાકાત લીધી. મહિલા ને મળતા જાણ થઈ કે નીલમ બેન નામ બદલેલ છે. તેઓ એ જાણ કરી કે મારા સાસરી પરિવાર મને સાસરી મા રાખતા નથી અને મારા સાથે જગડો કરી ને પિયર માં મોકલી દેવાની ધમકી આપે છે. ૧૮૧ ટીમ ભરૂચ ને મદદે નજીક ના પોલીસ સ્ટેશન ની શી ટીમ પણ હાજર હતી. ત્યાર બાદ ૧૮૧ અભયમ અને શી ટીમે નીલમ બેન ના સાસરી પરિવાર ને મુલાકાત લેતા નીલમ બેન ને આ રીતે ધમકી ના આપવા અને પરિવારે નીલમ બેન ને પરિવાર નો હિસ્સો માણવા અને વહુ ને દીકરી મુજબ માણવા માટે સામીજક રીતે સલાહ સૂચન આપી ને સમજાવ્યા. નીલમ બેનની વાત માં વધારે ઊંડાણ પૂર્વક જતા. મળતી માહિતી મુજબ નીલમ બેન અને એમના પતિ એ પ્રેમ લગ્ન કરેલ છે. લગ્ન ને ચાર મહિના ની આસ પાસ થઈ છે. રક્ષા બંધન આવતા નીલમ બેન ના પતિ ને માનેલી બેન રાખડી બાંધવા આવ્યા એ સમયે એક બેન તારો નંબર માગે છે તો આપુ એમ જણાવી તેઓ નો સંપર્ક કરાવી આપ્યો. અને આ વાત ની જાણ નીલમ બેન ને થતા નીલમ બેન એ આ રીતે તમો કોઈ પણ મહિલા સાથે લગ્નેતર સંબંધ ના રાખશો જણાવતા નીલમ બેનના પતિ એ જગડો કર્યો ને અપશબ્દો બોલ્યા અને આ વાત માં નીલમ બેનના સાસુ સસરા નીલમ બેનનો સાથ ના આપ્યો અને નીલમ ને સાથે જગડો કરી ને ઘર ની બહાર કાઢી મુકશું ને પિયર માં મોકલી દઈશું આવી ઘમકી આપવા લાગ્યા. ત્યાર બાદ ૧૮૧ ટીમે શી ટીમ ની મદદ થી નીલમ બેનના સાસરી પરિવાર ને પોતાની પત્ની હયાત માં હોય ને પતિ બીજા બેન સાથે લગ્નેતર સંબંધો રાખે એ કાયદાકીય ગુનો બને છે, નીલમ બેનને સાથ ન આપ્યો ને પોતાના દીકરા ને સાઠ આપી ને બોલવું એ ગુનો છે. નીલમ બેન ને પોતાના પરિવાર નો હિસ્સો માનો અને દીકરી તરીકે રાખો આ રીતે સલાહ સૂચન આપી અને કાયદાકીય માર્ગદર્શન આપીને નીલમ બેનના સાસરી પરિવાર ને સમજાવતા. નીલમ બેનના સાસરી પરિવાર સમજતા ને આવો બનાવ બીજી ના બને એ વાત ની બાયધરી આપતા. નીલમ બેનએ ૧૮૧ ટીમ ભરૂચનો આભાર વ્યક્ત કર્યો.


Share to