October 17, 2024

ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને નોટિફાઇડ એરીયા કચેરી ના સહયોગથી બેલ કંપની દ્વારા ગ્રીન બેલ્ટમાં વૃક્ષારોપણને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

02-09-2023

ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિયેશન અને નોટિફાઇડ દ્વારા 100 એકર જમીનમાં ગ્રીન બેલ્ટ ડેવલોપ કરવાનો સંકલ્પ કર્યો છે.

ઝઘડિયા નોટિફાઇડ એરીયા કચેરી અને ઝઘડિયા ઇન્ડસ્ટ્રી દ્વારા 100 એકર જેટલી જમીનમાં ગ્રીનબેલ્ટ માટે વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો છે, આ માટે ઝઘડિયા નોટિફાઇડ એરીયા ઓફિસ દ્વારા ઝઘડિયા જીઆઇડીસીના એકમોને જમીન પણ ફાળવવામાં આવી છે. ગત સપ્ટેમ્બર માસમાં બેલ કંપની દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના સહયોગથી આશરે 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેને આજરોજ એક વર્ષ પૂર્ણ થતું હોય તેની ઉજવણીના ભાગરૂપે આજરોજ વધુ વૃક્ષારોપણ તે સ્થળે કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે બેલ કંપનીના અને ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણીએ જણાવ્યું હતું કે 100 એકર જેટલી જમીનમાં લેન્ડ ડેવલપમેન્ટના સંકલ્પને સાકાર કરવા બેલ કંપની દ્વારા 14 એકર જેટલી જમીનમાં 2022 માં 13000 થી વધુ વૃક્ષો વાવેતર કર્યા હતા, જેને આજ રોજ એક વર્ષ પૂર્ણ થતા તે વૃક્ષો નિરીક્ષણ કરવા અને આજરોજ તેમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ નાહતા એ જણાવ્યું હતું કે અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વિસ્તારના ડેવલોપ કરવું એ અમારી પ્રથમ જવાબદારી છે જેથી ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કંપનીઓને ગ્રીનબેલ્ટ ડેવલોપ કરવા જે જમીન ફાળવવામાં આવી છે તેમાં પણ ખૂબ સારૂ વૃક્ષોનું વાવેતર કંપની સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં ગોવાલીથી ઝઘડિયા અને ઝઘડિયાથી વાલીયા સુધીના રોડની બંને સાઈડના જમીનમાં પ્લાન્ટેશન કરવાનો તેમનો પ્રોજેક્ટ છે. આ પ્રસંગે બેલ કંપનીના ડાયરેક્ટર અશોક પંજવાણી સીઈઓ બી.ડી દલવાડી અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ ઘનશ્યામભાઈ ગજેરા, વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ નાહતા, રવજીભાઈ વસાવા, યુપીએલના પ્રવિણદાન ગઢવી, ચીફ ઓફિસર પરેશ બામણીયા, મીરાબેન પંજવાણી, ઈનરવ્હીલ અંકલેશ્વરના પ્રમુખ કૈલાશ ગજેરા, ઝઘડિયા જીઆઇડીસી કંપનીના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed