નેત્રંગ. તા,૨૫-૦૮-૨૩.
નેત્રંગ તાલુકા ના ડેબાર ગામે આવેલ સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ના વિધાથીઓ તાલુકા કક્ષાની યોજાયેલ સ્કુલ ગેમ્મમાં દોડ તેમજ ચ્રકફેક જેવી રમતમા પ્રથમ તેમજ બીજા ક્રમે સ્થાન પ્રાપ્ત કરી શાળાનુ ગૌરવ વધારતા આનંદની લાગણી ફરી વળી છે.
તારીખ ૨૨મી ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત એથલેટિકસ ની સ્કુલ ગેમનું આયોજન માધવ વિદ્યાપીઠ, કાકડકુઈ ખાતે કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા ડેબારના અંદર – ૧૯ વયજુથમાં, ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર ચક્રફેકમાં ગોળાફેકમાં અલગ – અલગ નંબર મેળવી શાળાનું નામ ઉજ્વળ કરેલ છે.
જેમાં વસાવા આશિષ ગણપતભાઈ કે જેઓ ૧૦૦ મીટરની દોડમાં પ્રથમ નંબર, વસાવા પ્રિયાંસી નરેન્દ્રભાઈ ૨૦૦ મીટરની દોડમાં પ્રથમ નંબર, વસાવા નિતેશ શ્રવણભાઈ ૪૦૦ મીટરની દોડમાં પ્રથમ નંબર, ચકેચક્રફેકમાં પ્રથમ ગોળાફેકમાં દ્રિતીય નંબર મેળવી વિજેતા થયેલ છે. ઉપરાંત આ શાળામા શણકોઇ ગામે આવેલ કસ્તુરબા બાલીક વિદ્યામંદિર હોસ્ટેલ મા રહી ડેબાર હાઇસ્કૂલ મા અભ્યાસ કરતી ૨૮ કન્યાઓએ પણ વિવિધ રમતોમા નંબરો પ્રાપ્ત કરી શાળાના ગૌરવમાં વધારો કરેલ છે. શાળા પરિવાર ખેલાડીઓના ઉજવળ ભવિષ્ય માંટે શુભેચ્છા પાઠવે છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..