February 21, 2024

ઝગડીયા GIDC માં આવેલ હિન્દુસ્તાન કોપર ખાતે આયુષ વેલનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

Share to

પ્રતિનિધિ /સતીશ વસાવા ઝગડીયા 13-08-23

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર લિમિટેડના ગુજરાત કોપર પ્રોજેક્ટ ખાતે ભારત સરકારના ખાણ મંત્રાલય હેઠળના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન હેઠળ આયુષ વેલનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું..

આયુષ વેલનેસ શિબિર કેમ્પમાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજરી આપી લાભ લીધો હતો. આયુષ અને પોર્ટ શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી સરબાનંદ સોનાવલ દ્વારા શિબિરની ઓનલાઇન સમાપનમાં હાજરી આપવામાં આવી હતી. ખાણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને હિન્દુસ્તાન કોપર લિમિટેડના ઉચ્ચ અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઝઘડિયા GIDC વિસ્તારના આજુબાજુના ગામના લોકોએ ઉપસ્થિત રહી શિબિર નો લાભ લીધો હતો..


Share to