September 6, 2024

કેવડીયા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના અધ્યક્ષસ્થામાં કાર્યક્રમને અનુરૂપ બેઠક યોજાઇ

Share to



*કાર્યક્રમને સફળ બનાવવા સંબંધિત અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડતા ડીડીઓશ્રી અંકિત પન્નુ*

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઊજવણીના ભાગરૂપે આકાંશી નર્મદા જિલ્લામાં યોજાનારા પશુધન જાગૃતિ અભિયાનને અનુલક્ષીને નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની અધ્યક્ષતામાં કેવડીયા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે નાયબ પશુપાલન અધિકારીશ્રી જે. આર. દવેએ સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખાથી શ્રી પન્નુ સહિત ટીમ નર્મદાને વાકેફ કર્યા હતા. ડીડીઓશ્રીએ પણ સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને પશુધન જાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટે કેટલાક રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના ભદામ ટેકરા ખાતે તા.૧૪/૦૮/૨૦૨૩ ને સોમવારના રોજ સવારે ૮:૩૦ કલાકે કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાજીના અધ્યક્ષસ્થાને પશુધન માટે ફર્ટીલીટી કેમ્પ તેમજ પશુપાલકો સાથે સંવાદ યોજાનાર છે.

ઉપરાંત, અંબુભાઇ પુરાણી હાઈસ્કૂલ કેમ્પસમાં સવારે ૯:૩૦ કલાકે મંત્રીશ્રીના હસ્તે A-HELP (Accredited Agent for Health & Extension of Livestock Production) પ્રોજેક્ટનો કાર્યક્રમ શુભારંભ તેમજ પશુધન જાગૃતિ અભિયાન સહીત રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ MAITRI કાર્યકરોને કીટ વિતરણ કાર્યક્રમ થનાર છે. જ્યાં પશુધન જાગૃતિ અભિયાનમાં સંબંધિત વિભાગના કેન્દ્ર-રાજ્ય સહિત જિલ્લાના પધાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ પણ હાજર રહેશે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશને અનુલક્ષીને રેલી તથા તિરંગા યાત્રાનું પણ આયોજન કરાયું છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ. ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી શૈલેશ ગોકલાણી, નાયબ કલેકટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી, આત્માપ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડી.કે.શિનોરા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદ પટેલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to