September 7, 2024

સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમ યોજાયો…

Share to

‌પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 13-08-23

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા દેશ ભક્તિ સભર ગીત સંગીતમય શ્રદ્ધાંજલી આપવામાં આવી.

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભરૂચ જીલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિતે દેશના વીર જવાનોને શ્રધ્ધાસુમન અર્પવા સાથે મહામુલી આઝાદીમાં યોગદાન આપનાર શહીદોના માનમાં સંધના પ્રોગ્રામ કન્વીનર કેતન રાણા (ભોલાભાઇ) કમલેશ પંચાલ સહીત તેમની ટીમની આગેવાનીમાં “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયા બાદ શહીદોનો બે મિનિટના મૌનરૂપી શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી,

ત્યાર બાદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલે ઉપસ્થિત મહેમાનોને આવકારવા સાથે સંસ્થા કાર્યોનો પરિચય આપ્યો હતો. ભાજપ જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપતા સંઘના કાર્યોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સંધના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીયા દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સમાજલક્ષી સેવાને બિરદાવી પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતુ. નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓના ગણેશ નૃત્ય સાથે મ્યુઝિકલ નાઈટનો પ્રારંભ થતા દેશભક્તિ સભર ગીત સંગીત સાથે ફિલ્મી ગીતો અને નૃત્યની રમઝટ વડોદરાના હૈદરઅલી ગૃપના કલાકારોએ બોલાવી ઉપસ્થિતોને દેશભક્તિમાં તરબોળ કર્યા હતા, આ દેશભક્તિ સભર સંગીત સફરમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, આપ ના જીલ્લા પ્રમુખ પિયુષ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીના બા યાદવ, પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, વિપક્ષ ના દંડક હેમેન્દ્ર કોઠીવાલા, ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા વોટર વર્ક્સ કમિટી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના હોદ્દેદારો, વડિલ પત્રકાર સભ્યો અને સંગીત પ્રેમી પ્રજાજનોએ ઉપસ્થિત રહી મ્યુઝિકલ નાઈટ માણી હતી. મ્યુઝિકલ નાઈટનું સમાપન રાષ્ટ્ર ગીત ગાન ખાતે કરાયુ હતું.


Share to

You may have missed