વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી માંડવી પોલીસ ….
પોલીસ તંત્ર ની સરાહનીય કામગીરી…
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામેથી ખાનગી બાતમી ના આધારે વિદેશી દારૂનો રૂપીયા 6 લાખ રૂપીયા નો જથ્થો ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે રાત્રીના સમયે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન જામણકુવા વળી ફળિયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરી ગોદાવાડી ગામ તરફ એક મહેન્દ્ર બોલેરો જવાનો હોય એવી માહિતીને આધારે ગોડસંબા ગોદાવાડી ના રસ્તા ઉપર વોચ રાખેલી ને બેઠેલા પોલીસે પીકપ મહેન્દ્ર બોલેરો GJ.19.X.5370. પસાર થઈ રહ્યો હતો તે સમય વોચ રાખીને બેઠેલ પોલીસે ટેમ્પાને સાઈટ કરાવી ટેમ્પામાં બેઠેલા ડ્રાઇવર ને નીચે ઉતારી ટેમ્પાના પાછળના ભાગમાં તપાસ કરતા તેમાં ખાખી પુઠ્ઠા ના બોક્સો ભરેલા જોવા મળ્યા હતા જેમાં ભારતીય બનાવટનો દેશી અને વિદેશી દારૂ તેમજ ટીન મળી આવ્યા હતા આરોપી અશ્વિનભાઈ કેશવભાઈ વનિયાભાઈ ચૌધરી ( ઉંમર 40 વર્ષ રહે જામણકુવા ગામ માડવી
ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ 1176 જેની કિંમત રૂપિયા 67,200 થાય છે મોબાઇલ નંગ 2 જેની કિંમત રૂપિયા 60,000 થાય છે અંગ ઝડપથીના રોકડા રૂપિયા 1900 તથા મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળીને ₹ 6,29,100 ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી લીધો હતો જ્યારે બાકીના પાંચ ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે1. રાકેશભાઈ પૂર્વે પકો સુમનભાઈ ગામીત ( ગામ ખુશાલપુરા તા. વ્યારા જિ. તાપી ) 2. વોન્ટેડ કાંતિબેન ચૌધરી ( ગામ ગોદાવાડી તા. માંડવી જિ. સુરત ) 3. વોન્ટેડ બુધિયાભાઈ ચૌધરી ( ગામ અમલસાડી તા. માંડવી જિ. સુરત ) 4. વોન્ટેડ સુંદરભાઈ ચૌધરી ( ગામ રૂંધિયા ઘંટોલી તા. માંડવી ) 5. વોન્ટેડ પકાભાઈ ચૌધરી ( ગામ ઘંટોલી તા. માંડવી જિ.સુરત ) જેઓના પુરા નામ સરનામા ની ખબર નથી આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી તેમજ વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે દેસાઈ ને કરી રહેલ છે.
.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત માં દારૂબન્ધી હોવા છતાં બુટલેગરો દ્વારા વેચાણ માટે ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણે દારૂ મંગાવતા હોય છે અને ઉંચી કિંમતે વેચાણ કરતા હોઈ છે ત્યારે સવાલ એ છે કે આટલો મોટી માત્રા માં દારૂ આવ્યો ક્યાંથી? અને જો એક વિસ્તારમાં થી આટલી મોટી ખેપ પકડાતી હોઈ તો અન્ય વિસ્તારમાં કેટલો દારૂ જતો હશે તે એક તપાસ નો વિષય છે..ત્યારે આટલી મોટી માત્રા ની અંદર માં દારૂ ઝડપી લેતા હાલ પોલીસ તંત્ર ની કામગીરી ને સરાહનીય કહી શકાય..મોટી માત્રા માં દારૂ ઝડપાઈ જતા હાલ તો વિદેશી દારૂ નો ધન્ધો કરતા બુટલેગરો માં ફફડાટ વ્યાપી ગયો છે
રિપોર્ટર / નિકુંજ ચૌધરી માંડવી,સુરત
દૂરદર્શી ન્યૂઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.