એકલવ્ય સાધના ઉ. બુ.વિદ્યાલય થવા ખાતે સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો;

Share to



*માતૃશ્રી કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સેમિનાર માં ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો*

નેત્રંગ તાલુકાની એકલવ્ય સાધના ઉતર બુનિયાદી વિદ્યાલય થવા ખાતે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મોટીવેશનલ સ્પીકર અને ટ્રેનર શ્રી રાજેશભાઈ ધામેલીયા એ ૮૦૦ જેટલા વાલીઓ સાથે વાર્તાલાપ કરી પોતાના બાળકોના અને પોતાના સારા જીવન માટે તેઓ વાલી તરીકે શું ભુમિકા ભજવી શકે એ અંગે ઉત્કૃષ્ઠ ચર્ચા કરી હતી. સાથે સાથે ૧૫૦૦ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ, પરીક્ષાઓ તેમજ જીવનલક્ષી ચર્ચાઓ કરી ઉત્તમ દિશા સૂચન અને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સુરત નાં ટ્રસ્ટ વતી લક્ષ્મણ કાકા ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થા અને સુરત ટ્રસ્ટના સામૂહિક સહયોગ દ્વારા તમામ વાલીઓ અને વિધાર્થીઓ તથા સ્ટાફ માટે સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. શિક્ષણનો જયાં અભાવ છે એવા વિસ્તારમાં આ ટ્રસ્ટ વૈચારીક પરિવર્તન થકી સામાજીક અને શૈક્ષણિક બદલાવ લાવવા ઉત્તમ પ્રયત્નો કરી રહ્યું છે. પ્રસ્તુત પ્રસંગે સમગ્ર ટ્રસ્ટી મંડળ ઉપસ્થિતિ રહ્યું હતું.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to