બાલહંસ કોલેજ ઓફ સોશ્યલ વર્ક થવા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૩’ ની ઉજવણી કરાઈ

Share to



ભરૂચ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે નેત્રંગ તાલુકાના ગ્રામ નિર્માણ કેળવણી મંડળ – થવા સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બાલહંસ કોલેજ ઓફ સોશ્યલ વર્ક, થવા ખાતે ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત ની પ્રેરક ઉપસ્થિતિમાં નારી વંદન ઉત્સવ-૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી હતી.

મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી કાશ્મીરાબેન સાવંત
સહિત વિષય નિષ્ણાંતો દ્વારા ઘરેલું હિંસા, દહેજ પ્રતિબંધક કાયદો, ૧૮૧ અભયમની કામગીરી, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સુરક્ષા અંતર્ગત ગુડ ટચ બેડ ટચ સહિત સેલ્ફ ડિફેન્સ, તેમજ તમામ મહિલાઓ માટેની યોજનાઓ અંગે માહિતગાર કરીને મહિલા સુરક્ષા વિશેની વિસ્તૃત માહિતી આપીને કોલેજના વિદ્યાર્થીઓ,દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દીકરીઓને “181 અભયમ ” એપ તેમજ “સંકટ સખી” એપ ડાઉનલોડ કરવા અનુરોધ કરાયો હતો.

કાર્યક્રમની શરૂઆત ઉલ્લાસભેર પ્રાર્થના સાથે થઈ હતી, જ્યાં ભરત પંચોલી અને તેમની નાટક ટીમે મહિલાઓની સુરક્ષા અને સલામતી સહિત સ્થાનિક પ્રશાસન દ્વારા મળતી સેવાઓ અંગે નાટક થકી કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.

રાજ્ય સરકારે ‘નારી વંદન ઉત્સવ’ થકી સમાજની મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણમાં સકારાત્મક બદલાવ લાવવા, સુરક્ષા પ્રદાન કરીને તેમના સર્વાંગી થકી દેશના વિકાસમાં સહભાગીદારી સુનિશ્ચિત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે.

આ કાયદાકીય લોક જાગૃતિ સેમિનાર પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી કાશ્મીરાબેન સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પ્રિતેશ વસાવા, DHEW ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર સેજલ પ્રજાપતિ, સંસ્થાના સંસ્થાપક માનસિંગ દાદા, મહિલા અને બાળ વિકાસના કર્મચારીઓ ઉપરાંત ૧૮૧ અભયમ ટીમ, શી ટીમ, વન સ્ટોપ સેન્ટરની ટીમ, કોલેજના આચાર્યશ્રી, તેમજ કોલેજ નાં વિદ્યાર્થીઓ, દીકરીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to