દૂધનો હાલનાં ખરીદ ભાવમાં રૂ.૭૮૦/- માં વધારો કરીને રૂ.૮૦૫/- પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરી હતી.
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા,01-08-2023
#દૂરદર્શી ન્યૂઝ
દૂધધારા ડેરીએ ઐતિહાસિક ૪,૯૬,૦૦૦ લીટર દૂધ એકત્ર કરી રેકોર્ડ કર્યોદૂધધારા ડેરીનું વાર્ષિક ટનૅ ઓવર ૬૧૧.૨૦ કરોડ રહ્યુંકોમન સોફ્ટવેર તેમજ મોબાઇલ એપ્લિકેશન ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પેપરલેસ કરવા માટે સંઘ તરફથી કરવામાં આવશે આજરોજ તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દૂધધારા ડેરી ભરૂચની ૬૪ મી વાર્ષિક સાધારણ સભા સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ૬૪ મી વાર્ષિક સાધારણ સભામાં દૂધધારા ડેરીના સંઘ સભાસદ મંડળીના પ્રતિનિધિઓ અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાધારણ સભાની શરૂઆત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીજી પરમ પૂજ્ય અનિર્દેશ સ્વામીજી એ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી. સ્વામીજીએ દૂધધારા ડેરીની વિકાસયાત્રાને બિરદાવી હતી તથા ડેરીએ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા બદલ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને બિરદાવ્યા હતા અને પ્રાસંગિક આશીર્વચન આપ્યા હતા. દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઇ ઘનશ્યામભાઈ પટેલએ સાધારણ સભામાં પધારેલ મંડળી પ્રતિનિધિઓ, ચેરમેન, સેક્રેટરી, દૂધ ઉત્પાદકો, દૂધધારા ડેરીના માજી ચેરમેન, ડિરેક્ટરો, માજી ડિરેક્ટરો, તાલુકા પંચાયત પ્રમુખ, સદસ્યો વિગેરે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથોસાથ ડેરીની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો. ડિરેક્ટર સાગરભાઇએ દુધાળા પશુઓની બેન્કેબલ યોજનાની માહિતી આપી હતી આ ઉપરાંત ૯ ટકા ડિવિડન્ડ અંગેની માહિતી આપી હતી આ ઉપરાંત સંસ્થાના મુંબઈ ડેરી પ્રોજેક્ટ અને મહારાષ્ટ્ર ના નંદુરબાર, જલગાવ, ધુલિયા, બુલદાણા, જાલના જિલ્લાઓમાં ફેડરેશનની પરવાનગીથી અમુલ પેટર્ન મુજબ કરવામાં આવતા પ્રોક્યોરમેન્ટની માહિતી આપી હતી.
તાજેતરમાં ૨૮મી તારીખે દૂધધારા ડેરીએ ઐતિહાસિક ૪,૯૬,૦૦૦ લીટર દૂધ એકત્ર કરી રેકોર્ડ કર્યો હતો તે બદલ સર્વે દૂધ ઉત્પાદકોને અભિનંદન આપ્યા હતા. દૂધ મંડળીના કમિશન ઉપરાંત કિલો ફેટ એ દૂધ મંડળીના કર્મચારીઓને રૂપિયા પાંચ ઇન્સેટિવ સંઘ તરફથી આપવાની જાહેરાત કરી હતી. વધુમાં ઓનલાઇન ચોપડા લખવા તેમજ કોમન એકાઉન્ટિંગ સોફ્ટવેર માં હિસાબ લખવા ટ્રેનિંગ આપવાની જાહેરાત પણ કરી હતી. કોમન સોફ્ટવેર તેમજ મોબાઇલ એપ્લિકેશન વિશે માહિતી આપી હતી અને ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પેપરલેસ કરવા માટે સંઘ તરફથી કરવામાં આવશે તે માહિતી આપી હતી. મહારાષ્ટ્ર પ્રોક્યોરમેન્ટ જિલ્લાઓમાં જમીન ખરીદી ચિલીંગ સેન્ટર બનાવવા ની દરખાસ્ત રજૂ કરી હતી. ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી સાધારણ સભાની કામગીરીની શરૂઆત કરી હતી. દૂધધારા ડેરી ભરૂચના માજી ચેરમેન ઠાકોરભાઈ અમીન, પત્રકાર જગદીશભાઈ પરમાર દુધાળા ના કર્મચારીઓ ડોક્ટર એ બી પટેલ તથા જીગ્નેશ પટેલ વિગેરેને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને સમગ્ર સભાએ બે મિનિટ મોન પાડ્યું હતું. ગત સાધારણ સભાનું સર્વા નું મતે બહાર રાખવામાં આવ્યું હતું તથા રજૂ કરવામાં કરવામાં આવેલા વાર્ષિક હિસાબોને સભાએ સવાઁનુંમતે મંજૂર કર્યા હતા. ગત નાણાકીય વર્ષમાં દૂધધારા ડેરીનું વાર્ષિક ટનૅ ઓવર ૬૧૧.૨૦ કરોડ રહ્યું હતું. મુંબઈ ખાતેનું નવો ડેરી પ્લાન્ટ ચાલુ નાણાકીય વર્ષમાં કાયૅરત થઈ જશે તેવી જાહેરાત કરી હતી. સુમુલ ડેરી સુરત તરફથી દૂધધારા ડેરી ભરૂચના કાર્યક્ષેત્રમાંથી દૂધ સંપાદન પ્રવૃત્તિ અટકાવવા માટે કાર્યવાહી કરવા સાધારણ સભાએ ઠરાવ કર્યો હતો. ઘનશ્યામભાઈ સાધારણ સભામાં દૂધનો હાલનાં ખરીદ ભાવમાં રૂ.૭૮૦/- માં વધારો કરીને રૂ.૮૦૫/- પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરી હતી. જેને સભાએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. સાધારણ સભામાં ધોળી કંપની મંડળીના ચેરમેન અને પીએચડી એવા ડોક્ટર પ્રવિણાબેન વસાવાએ ખાસ ઉદબોધન કર્યું હતું અને તેમનું સન્માન દૂધધારા ડેરીના મહિલા ડિરેકટરોએ કયુઁ હતું. આ ઉપરાંત જિલ્લા રજીસ્ટર કચેરી માંથી વય નિવૃત થયેલ સહકારી અધિકારી ગ્રેડ ટુ સુરેશભાઈ આહિરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દૂધ સંઘ ભરૂચ ના ડિરેક્ટર હેમંતસિંહ રાજ તથા જીગ્નેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાધારણ સભાનું સફળ સંચાલન પરિમલસિંહ યાદવ એ કર્યું હતું.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.