November 21, 2024

રાજપીપળા થી ગુમ થયેલા કિશોરો હેમખેમ મળી આવતા હાશકારો

Share to




લોકો એ આ બાળકોને શોધી કાઢવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને whatsapp જેવા સોસીયલ મીડિયા માધ્યમો ઉપર રીતસરનું અભિયાન ચલાવી જાગરૂકતા નો મારો ચલાવ્યો હતો.

પ્રતિનિધિ રાજપીપલા:-

ગત 30 જુલાઈ ના રોજ પોત પોતાના ઘરે થી કોઈ ને કાંઈ કહ્યા વગર તૌકિર શેખ રહે. નવા ફળિયા રાજપીપળા અને પાર્થ શશીકાંત પટેલ ઉ.17 રહે.ભદામ બન્ને મિત્રો નમ્બર વગર ની સફેદ કલર ની એક્ટિવા ઉપર નીકળી ગયા જતા પરિવારજનો બેબાકળા બન્યા હતા. અને પોલીસ પાસે દોડી ગયા હતા. ત્યારે કઈંક અમંગળ ઘટના ની આશંકા એ નગરજનો ને પણ ઉચાટ મા મૂકી દીધા હતા.

ત્યારે રાજપીપળા પોલીસ મામલા ને ગંભીરતા થી લઈ બંને કિશોરોની તપાસ અને શોધખોળ માટે કામે લાગી હતી ત્યારે બંને કિશોરોએ પોતાના મોબાઈલ ઘરે જ છોડી દીધા હોઈ પોલીસ ને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમને શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી…

ત્યારે આખરે 28 કલાક પછી 31 જુલાઈ ની સાંજે બન્ને કિશોરો પોઇચા ગામ નજીક થી મળી આવતા રાજપીપળા પોલીસ બન્ને ને પોલોસ મથકે લઈ આવી હતી….

અને ગુમ થવા અંગેના કારણોની પૂછપરછ હાથ ધરી હતી ત્યારે પ્રાથમિક તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે બંને કિશોરો એ ભણતાર નો ભાર લાગતો હોય તેથી ઘરેથી જતા રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું…

બન્ને કિશોરો પૈકી પાર્થ પટેલ ની માતાએ પુત્ર ના વિરહ અને આઘાત ને કારણે હોશ ગુમાવી દેતા તેમને વડોદરા ખાતે હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી એવું જાણવા મળે છે..

ત્યારે ગઈ કાલ થી સોસિયાલ મીડિયા મા લોકો આ બંને કિશોરો ના ખોવાઈ જવા અંગે ની પોસ્ટ વાયરલ કરી રહ્યા હતા અને સમગ્ર પંથક મા આ બન્ને કિશોરો ના ખોવાઈ જવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની હતી, ત્યારે બન્ને બાળકો હેમખેમ મળી આવતા લોકો અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો…

સ્ટોરી:-ઈકરામ મલેક, નર્મદા


Share to

You may have missed