વિધવા બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ ને ટ્રાઇ સાઇકલ ની ભેટ આપી..
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાજપા અગ્રણી અને સામાજિક આગેવાન તલોદરાના રવજીભાઇ વસાવાનો આજે જન્મદિવસ હોઇ આ પ્રસંગે વિધવા બહેનોને સાડીઓની ભેટ આપવામાં આવી હતી. ભાજપા અગ્રણી રવજીભાઇ વસાવાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાલિયા તાલુકાના દેસાડ ગામના દિવ્યાંગ યુવક સુનિલ વસાવા તેમજ ઝઘડિયા તાલુકાના તેજપોરના સંદિપ વસાવાને સાયકલની ભેટ આપવામાં આવી.
ઉપરાંત ભરુચિઆંબા ગામની વિધવા બહેનોને સાડીની ભેટ આપી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ પ્રસંગે રવજીભાઇ વસાવા સાથે ઝઘડિયા તાલુકા અગ્રણી અને તાલુકા પંચાયત સદસ્ય અરુણભાઇ વસાવા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુભાઇ વસાવા,વાલિયા તાલુકા ભાજપા યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ભરથાણીયા,ઝઘડિયા યુવા ભાજપા પ્રમુખ ધ્રુપલ પટેલ, યુવા ભાજપા અગ્રણી દિનેશ વસાવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા