બીજી તરફ વાલીઆ – અંકલેશ્વર માર્ગ પર પેચવકઁ થી રોડ મરામત ની કામગીરી કરાતા નેત્રંગ પંથક ના લોકો મા રોષ…
છેલ્લા છ વર્ષ થી નેત્રંગ પંથક ની પ્રજા હેરાન પરેશાન પરંતુ અધિકારીઓ,પદાધિકારીઓ નુ પેટનુ પાણી નથી હલતુ…
રાજય સરકાર ના માગૅ-મકાન વિભાગ ની ભરૂચ કચેરીના અંદરમા આવેલ અંકલેશ્વર સબ ડીવીઝન કચેરીના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ની સીધી દેખરેખ હેઠળ આવેલ નેત્રંગ – અંકલેશ્વર રાજય ધોરીમાર્ગ ના નિર્માણ મા થયેલ ભારે ગોબાચારી વાળી રીતી નીતીને લઈ ને છેલ્લા છ વર્ષ થી રોડ ના હાલ બેહાલ થતા પ્રજા હેરાન પરેશાન થઈ તોબા પોકારી ઉઠી છે. ત્યારે અધિકારીઓ, પદાધિકારીઓ નુ પેટનુ પાણી નથી હલતુ.
તેવા સંજોગોમાં માર્ગ મકાન વિભાગ ની અંકલેશ્વર કચેરી દ્રારા ચોમાસ ની શરૂઆત પહેલા નેત્રંગ- વાલીઆ માર્ગ પડેલા ખાડાઓ પુરવામા નકરી વેઠ ઉતરવામા આવી રહી છે.
બીજી તરફ વાલીઆ થી અંકલેશ્વર સુધીના માર્ગ પર પડેલા ખાડાઓ પુરવા માટે પેચ વકઁ કરી કામગીરી કરવામા આવી રહી છે. જેને લઈ ને તંત્ર દેખીતી રીતેજ નેત્રંગ પંથક ની પ્રજા સાથે ઓરમાયુ વર્તન કરી રહ્યા નુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ હોવાને લઇ ને પ્રજા છુપો રોષ ઠાલવી રહી છે.
નેત્રંગ થી અંકલેશ્વર ને જોડતો રાજય ધોરીમાર્ગ નુ છ વર્ષ પહેલા નવીનિકરણ કરવામા આવેલ જેમા ભારે ગોબાચારી અને ભષટાચાર ની મીલીભગત થતા સદર રોડ થોડાજ સમય ગાળામા હાલ બેહાલ થતા ઠેરઠેર ખાડાઓ પડી જતા છાસવારે વેઠ ઉતારી ખાડાઓ પુરવાની કામગીરી થતા નેત્રંગ પંથક ની પ્રજા તેમજ વાહન ધારકો છેલ્લા છ વર્ષ થી હેરાનપરેશાન થઇ તોબાપોકારી ઉઠીયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ થકી દઁદીને વધુ સારવાર અઁથે અંકલેશ્વર ભરૂચ લઇ જવુ પણ જોખમ થઇ ગયુ છે.
નેત્રંગ પંથક ની પ્રજા ની આ સમસ્યા ને ઝધડીયા ના ધારાસભ્ય રીતેષ વસાવા તેમજ જીલ્લા સાંસદ મનસુખ વસાવા રોડની રૂબરૂ મુલાકાત લઈ ને પ્રજાને વેઠવી પડતી તકલીફો ને નજરઅંદાજ કરે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
રિપોર્ટર / *વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી