પ્રતિનિધિ દ્રારા નેત્રંગ, તા,૧૮-૦૬-૨૦૨૩.
નેત્રંગ પંથક ની હાઇસ્કૂલોમા ધોરણ ૧૧ અને ૧૨ મા
એડમિશન નહિ મળતા ઉચ્ચ અભ્યાસ કરવા માગતા ગરીબ આદિવાસી બાળકોમા ચિતાનો માહોલ છવાઈ ગયો છે.
તો બીજી તરફ કેટલીક હાઇસ્કૂલ પોતાની સ્કુલ મા અભ્યાસ કરતા રીપીટ વિધાથીઓને એડમિશન નહિ આપતા હોવાની રાવ આવી છે. પરીણામ સારુ લાવવા ધરના છોકરા ધંટી ચાટેને ઉપાધ્યાય ને આટો વાળી નીતી અપનાવી રહ્યા છે.
ચાલુ સાલે માચઁ ૨૦૨૩ મા લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ ની બોડઁની પરીક્ષાઓનુ પરીણામ સારુ એવુ આવતા નેત્રંગ તાલુકા ના ૭૮ ગામના ગરીબ આદિવાસી વિધાથીઓ વધુ અભ્યાસ કરવા માટે ધોરણ ૧૦ પાસ કરી ધોરણ ૧૧ મા પ્રવેશ મેળવવા માટે પોતાના ધરથી નજીક મા આવેલ જેતે હાઇસ્કૂલ મા એડમિશન માટે જાઇ છે, તો આ બાળકોને જેતે હાઇસ્કૂલ ના આચાર્ય તેમજ સંચાલકો એડમિશન ફલ થઈ ગયાનુ જણાવી અન્ય કોઈ સ્કુલમા એડમિશન લેવા માટે ખો આપી રહ્યા છે. ધોરણ ૫ થી લઇ ને ધોરણ ૧૦ સુધી એકજ સ્કુલ મા અભ્યાસ કરેલ વિધાથીઓ ધોરણ ૧૦મા નપાસ થયા બાદ રીપીટર વિધાથી તરીકે પરીક્ષા આપી પાસ થનારા વિધાથીઓને પોતાની જ સ્કુલ મા એડમિશન મળતુ નથી, બીજી તરફ ધોરણ ૧૨ મા પણ એડમિશન ફલ થઈ ગયાની કેસેટો દરેક હાઇસ્કૂલ મા વાગી રહી છે. જેને લઈ ને નેત્રંગ તાલુકાના ગરીબ આદિવાસી વિધાથીઓ વધુ અભ્યાસ થી વંચિત ચાલુ સાલે રહી જશે જેને લઈ ને વિધાથીઓ વાલીઓમા ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નેત્રંગ પંથક ની હાઇસ્કૂલમા ભરૂચ જીલ્લા ડીઓ કચેરી તરફથી તાત્કાલિક તપાસ કરાવવામા આવે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે. જેતે ધોરણોમા જગ્યા હોવા છતા એડમિશન નહિ આપતી હાઇસ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામા આવે, ગરીબ વિધાથીઓ ને ધોરણ ૧૧ મા તેમજ ૧૨ મા એડમિશન મળી રહે તે બાબતે ધારાસભ્ય રીતેષ વસાવા તેમજ સાંસદ મનસુખ વસાવા સરકારશ્રી મા યોગ્ય રજુઆત કરી એડમિશન થી વંચિત આદિવાસી વિધાથીઓનુ વષઁ ના બગડે તે માટે પ્રયત્નો કરે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
*વિજય વસાવા નેત્રંગ*