November 20, 2024

મધ્યપ્રદેશના ભોપાલ નજીકના ઝરખેડા ગામમાં નરેશ પટેલના હસ્તે ખોડીયાર મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

Share to

શ્રી ખોડલધામ મંદિરની પ્રેરણાથી મધ્યપ્રદેશના પાટીદાર સમાજ દ્વારા માં ખોડીયારના મંદિર નું નિર્માણ કરવામાં આવશે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ થી ૨૦ કિલોમીટર દૂર રાજાભોજ એરપોર્ટ રોડ પર આવેલા શિહોર જિલ્લાના ઝરખેડા ગામે મધ્યપ્રદેશના લેઉવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી માં ખોડીયારના મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે. ગુજરાત સ્થિત શ્રી ખોડલધામ મંદિરમાંથી પ્રેરણા લઇ ઝરખેડા ગામમાં માં ખોડીયારનું મંદિર બનાવવામાં આવશે.

ગત તારીખ ૧૪ મી જુનને બુધવારના રોજ આ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે હાજરી આપી હતી અને નરેશભાઈ પટેલના હસ્તે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

આ મંદિર બે વર્ષના સમયગાળામાં બનીને તૈયાર થઈ જશે. મધ્યપ્રદેશના કુલ ૩૨ ગામોમાં વસતા લેઉવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક ચેતના કેન્દ્ર રૂપમાં કુળદેવી માં ખોડીયારનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે નિર્માણ પામેલ શ્રી ખોડલધામ મંદિરમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી રહ્યું છે. ઝરખેડામાં બની રહેલા મંદિર નિર્માણમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને ચેરમેન નરેશભાઈ પટેલની જરૂરી માર્ગદર્શન મળી રહ્યું છે.

૧૪ જૂનના રોજ નરેશભાઈ પટેલના હસ્તે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, સાથે જ સામાજિક ચિંતન કાર્યક્રમમાં પણ યોજાયો હતો, જેમાં નરેશભાઈ પટેલે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ગુજરાતમાં કરવામાં આવતી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી માહિતી આપી હતી. આ તકે મધ્યપ્રદેશના લેઉવા પાટીદાર સમાજ દ્વારા નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું.


Share to

You may have missed