અકસ્માત નું કારણ બનેલા રેતી ભરેલા હાઈવા ટ્રક GJ 21 W 8241 નો ચાલક ફરાર થઈ ગયો હોય ટ્રક મા ભરેલી રેતી ની રૉયલ્ટી પાસ છે? કે કેમ? એ તપાસ પણ જરૂરી છે.
ઈકરામ મલેક:રાજપીપળા
આજે તા 16/06/2023 ની સવારે રાજપીપળા પોલીસ મથક ની હદ મા કુંવપુરા ગામની સીમ માંથી પસાર થતા હાઇવે ઉપર સિસોદ્રા ગામ ની રેલવે ક્રોસિંગ પાસે સિસોદ્રા તરફ થી આવી રહેલા એક રેતી ભરેલા હાઈવા ટ્રક નંબર GJ 21 W 8241 અને રાજસ્થાન નું પાસિંગ નમ્બર ધરાવતા કન્ટેનર ટ્રક RJ 14 GP 7706 વચ્ચે એક્સીડેન્ટ ની ઘટના બની હતી.
પોલીસ ચોપડે લખાયેલી ફરિયાદ મુજબ તા 16/06/2023 ના વહેલી સવારે 8:30 કલાકે આ અકસ્માત થયો હતો, ફરિયાદી કન્ટેનર ચાલક સલીમ ઇકબાલ રહે.હરિયાણા ની ફરિયાદ મુજબ તેઓ ચેન્નઈ થી વોશિંગ મશીન ભરી ને અમદાવાદ જઈ રહ્યા હતા તે દરમિયાન રાજપીપળા નજીક હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સિસોદ્રા ફાટક તરફ થી હાઈવા ટ્રક પુર ઝડપે હંકારી લાવી ફરિયાદી ની ટ્રક સાથે અથાડી દેતા ફરિયાદી ના વાહન ના આગળ ના ભાગે અથાડી દેતા ચાલક ના બન્ને પગ ના ઘૂંટણ મા ઇજાઓ થઈ હતી.
અકસ્માત ને પગલે હાઈવા ટ્રક GJ 21 W 8241 નો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો, ત્યારે અકસ્માત ને જોઈ ભેગા થયેલા કોઈએ 108 ને ફોન કરી બોલાવતા ઇજાગ્રસ્તો ને રાજપીપળા GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ચાલક અને ક્લીનર ને રજા મળતા તેઓ રાજપીપળા પોલીસ મથકે પોહ્નચી ફરાર થઈ ગયેલા આરોપી હાઈવા ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી અર્થે ફરિયાદ લખાવી હતી. રાજપીપળા પોલીસ ના હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રભાઈ શાંતિલાલ વસાવાને અકસ્માત અંગે તપાસ સોંપવામાં આવી છે.
રેતી ભરેલા હાઈવા ટ્રક મા ભરેલી રેતીની રૉયલ્ટી છે કે કેમ? એ પણ એક ગંભીર સવાલ છે? કારણ કે 1 જૂન થી રેતી લિઝો ની પરવાનગી ચોમાસાની ઋતુ ને કારણે ખાન ખનીજ વિભાગ અટકાવી દે છે, ત્યારે આ અકસ્માત નું નિમિત્ત બનનાર હાઈવા ટ્રક રેતી ક્યાં થી ભરી ને નીકળ્યું હતું અને એમાં જરૂરી ખાણ-ખનીજ વિભાગ ની રૉયલ્ટી છે કે કેમ? એની તપાસ પોલીસ કરે તો સત્ય સાબિત થાય એમ છે.
કારણ કે 1 જૂન થી રેતી લિઝો ની પરવાનગી ચોમાસાની ઋતુ ને કારણે ખાન ખનીજ વિભાગ અટકાવી દે છે અને આ મામલે સિસોદ્રા ગામે આવેલી રેતી ની લિઝ ત્યાર બાદ પણ ચાલુ રહેતા ગ્રામજનો એ નર્મદા કલેકટર ને આવેદનપત્ર પાઠવી આ અંગે સવાલો ઉઠાવ્યા હતા…
ત્યારે આ અકસ્માત નું નિમિત્ત બનનાર હાઈવા ટ્રક રેતી ક્યાં થી ભરી ને નીકળ્યું હતું અને એમાં જરૂરી ખાણ-ખનીજ વિભાગ ની રૉયલ્ટી છે કે કેમ? એ દિશા મા પણ પોલીસ તપાસ કરે તો સત્ય સામે આવે એમ છે.. હાલ તો રેતી ભરેલા હાઈવા નો ચાલક ફરાર થઈ ગયો છે ત્યારે રૉયલ્ટી બાબતે સિટીટુડે પત્રકારે તપાસ અધિકારી ને આ બાબતે પૂછતાં રૉયલ્ટી છે કે કેમ એનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી…
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો