November 21, 2024

ઝગડીયા જીઆઇડીસીમાં ફાયરિંગની ઘટનામાં વપરાયેલ ત્રણ રિવોલ્વર પાંચ વાહનો તથા અન્ય હથિયારો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા.

Share to

ઘટનામાં વધુ ત્રણ આરોપીઓ ધરપકડ કરવાના બાકી તથા આરોપીઓના રિમાન્ડ દરમ્યાન વધુ નામ ખુલશે તેની પણ તપાસ કરવામાં આવશે.

ઝઘડિયા જીઆઇડીસીના બહુચર્ચિત ફાયરીંગની ઘટનામાં તપાસ કરનાર ટીમ દ્વારા ૨૨ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, ઉપરાંત ત્રણ રિવોલ્વર પાંચ વાહનો તથા હથિયારો કબજે કરવામાં આવ્યા છે. આજરોજ તપાસ કરનાર ટીમના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ફાયરિંગની ઘટનામાં ૨૨ જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે,

ચિરાગ દેસાઈ / DYSP

ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે તથા રિમાન્ડ હેઠળના આરોપીઓ ના રિમાન્ડ દરમિયાન જે નામો નવા ખુલશે તેની પણ તપાસ કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઇડીસીની ફાયરિંગની ઘટનામાં વપરાયેલ ત્રણ રિવોલ્વર અલ્ટ્રોઝ, ફોર્ચ્યુનર, થાર, ક્રેટા વિગેરે જેટલા પાંચ વાહનો કબજે કરવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટનામાં ફાયરિંગ કરનાર ત્રણ આરોપીઓ કરણ, સત્તાર, અને મુકેશની પણ ધરપકડ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ઘટનાનો મુખ્ય આરોપી જયમીન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

ઝઘડિયા જીઆઇડીસીની ફાયરિંગની ઘટના બાદ રેન્જ આઇજી સંદીપસિંગ ઝઘડિયાની બે વખત મુલાકાતે આવી ચૂક્યા છે અને આ ફાયરિંગની ઘટનાને ગંભીરતાથી લઈ ગણતરીના દિવસોમાં જ લગભગ તમામ આરોપીઓની આયોજનબધ્ધ રીતે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ રિમાન્ડ પર હોય હજી વધુ વિગતો બહાર આવશે..


Share to

You may have missed