* નેત્રંગ તાલુકાના ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અભ્યાસ પુરો પડાયો
તા.૧૦-૦૬-૨૦૨૩ નેત્રંગ.
આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર રોજબરોજની જીવનશૈલી સાથે સર્વ પ્રકારે વણાઈ ગયું છે.દરેક વર્ગના લોકોને કમ્પ્યુટરના ઉપયોગ વિષે જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે.છેવાડાના માનવીનું સંતાન પણ શિક્ષણ-કેળવણીની મુખ્યધારા સાથે જોડાય તેવા પ્રયાસો સતતપણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહ્યા છે. એસઆરએફ ફાઉન્ડેશન આધુનિક યુગમાં કમ્પ્યુટરની જરૂરીયાતને ધ્યાનમાં લઇને એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા એક નવતર પ્રયોગ કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં બસમાં કમ્પ્યુટર્સ,એરકન્ડિશનર,પંખા અને લાઈટ જેવી સુવિધાઓ દ્વારા હરતો ફરતો કમ્પ્યુટર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે.આ કમ્પ્યુટર બસ દ્વારા બાળકો,યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર – આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે.
કમ્પ્યુટર બસમાં અત્યાર સુધી લગભગ ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને એસઆરએફ( *SRF* )ફાઉન્ડેશન હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પુરો પાડવામાં આવ્યો છે.નેત્રંગ તાલુકાના અંતરીયાળન વિસ્તારોમાં પ્રોજેકટ સ્થળ હોય ત્યાં બસ લઈ જઈને દરરોજ સવારથી સાંજ સુધી અને ૩ મહિનાના સમયગાળા સુધી સ્ટાફ સહિત જે તે સ્થળ પર જ રહે છે.ટ્રેઈનર અને સ્કુલના શિક્ષકો પણ કમ્પ્યુટર ટ્રેનિંગ આપતા હોય છે.આ પ્રકારની સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ખુબ જ આવકારદાયક ગણાય રહ્યું છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો