November 21, 2024

ઝઘડિયા જીઆઇડીસીમાં ફાયરિંગની ઘટનામાં વધુ બે આરોપીની આજરોજ ધરપકડ..પોલીસે કુલ ૮ ની ધરપકડ કરી છે.

Share to

જયમીન પટેલ સહિત છ ની ધરપકડ થઈ હતી આજરોજ વધુ બે આરોપીને પોલીસે કુલ ૮ ની ધરપકડ કરી છે.

ફરિયાદીએ ૧૫ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે વધુ ચાર આરોપીને સામે કાર્યવાહી કરી છે અત્યાર સુધી કુલ ૧૯ જેટલા આરોપીઓ ના નામ બહાર આવ્યા છે.

ઝઘડીયા જીઆઇડીસીમાં ૧૦ રાઉન્ડ ફાયરિંગ થયેલ જે ઘટનામાં રોજ રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ફરિયાદી રજની વસાવાએ જયમીન પટેલ સહિત ૧૫ સામે ગુનો નોંધાવ્યો હતો અને પોલીસે ફાયરિંગમાં ‌વપરાયેલ કારતુસ કબજે કરી હતી. જેમાં પોલીસે છ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં બે વધુ આરોપીનું નામ જોડાયું હતું. જે અગાઉના તમામને કોર્ટ સમક્ષ હાજર કરી ૧૪ દિવસના રિમાન્ડ તપાસ અધિકારી દ્વારા માંગવામાં આવતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર રાખ્યા હતા. આજરોજ તપાસ કરનાર પોલીસ ટીમે વધુ બે આરોપી જીતેશ ઉર્ફે ભદો જીવન વસાવા રહે. વાલિયા તથા કમલેશ ઉર્ફે કમો કનુ વસાવા રહે નવાદીવા અંકલેશ્વર ની ધરપકડ કરી છે.

ફરિયાદી રજની વસાવાએ તેની ફરિયાદમાં લખાવેલા ૧૫ નામ પૈકી વધુ ચાર નામ ગોરીબારની ઘટનામાં બહાર આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી રજની વસાવાએ જયમીન પટેલ સહિતના ૧૫ સામે ગુનો નોંધાવ્યો હતો જ્યારે પોલીસ તપાસમાં વધુ ચાર નામ આકાશ યાદવ, ધવલ પટોડિયા, જીતેશ ઉર્ફે ભદો જીવન વસાવા, કમલેશ ઉર્ફે કમો કનુ વસાવા ના નામ બહાર આવતા કુલ આ ગુનામાં ૧૯ જેટલા આરોપીઓની નામ જોગ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, ફરિયાદીએ ૨૫ થી ૩૦ નું ટોળું હુમલો કરવા આવ્યું હતું તેમ જણાવ્યું હતું. જેથી હજુ વધુ માથાઓના નામ બહાર આવે તેવી વકી છે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગની ઘટનાનો મુખ્ય આરોપી હજુ પોલીસ પહોંચથી બહાર છે અને ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર ધારિયુ તથા અન્ય હથિયારોનો મુદ્દા માલ કબજે થયો નથી.


Share to

You may have missed