October 18, 2024

ઝઘડીયા રેન્જ વિસ્તારમાં મોટાપાયે લાકડાની હેરાફેરીમાં વનવિભાગ ના કર્મચારીઓ નો હાથ… :::મનસુખ વસાવા

Share to

::વનવિભાગના અધીકારી-માફિયાઓની મિલીભગતથી જંગલના લાકડાનો સફાયો :- સાંસદ મનસુખભાઇ વસાવા

:::વણખુંટા ગામે રહીશોએ સાંસદને રજુઆત કરતાં સાંસદ રોષે ભરાયા

રાજ્ય-કેન્દ્ર સરકારે વિશ્વ પયૉવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમનું તમામ જીલ્લા-તાલુકાકક્ષાએ આયોજન કયુઁ હતું.જવાબદાર અધિકારઓ-પદાધિકારીઓ વૃક્ષોની રોપણી કરી તેનો ઉછેર કરીને જતન કરવાનો સંકલ્પ કરાવ્યો હતો.ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા નમઁદા જીલ્લા બાદ નેત્રંગ તાલુકાના વણખુંટા ગામે વિશ્વ પયૉવરણ દિવસની ઉજવણીના કાયૅક્રમમાં જોડાયા હતા.વણખુંટા સહિત આજુબાજુ વિસ્તાર રહીશોએ સાંસદને રજુઆત કરી હતી કે,પયૉવરણ દિવસની ઉજવણી થાય તે સારી બાબત છે.પરંતુ ઝઘડીયા તાલુકાના ગામોમાં જંગલનો સફાયો થઇ રહ્યો છે.તેવી ચોકવનારી રજુઆતથી સાંસદ રોષે ભરાયા હતા.ત્યારે જણાવ્યું હતું કે,ઝઘડીયા રેન્જ વિસ્તારમાં મોટાપાયે લાકડાની હેરાફેરીમાં વનવિભાગ કર્મીઓનો હાથ જણાઇ રહ્યો હોવાની વાત કરી છે.

ઝઘડીયા વનવિભાગના રેન્જર,બીટગાર્ડ સહિતના અધીકારી- માફિયાઓની મિલીભગતથી જંગલના સાગી લાકડાનો સફાયો થઇ રહ્યો છે.તેને અટકાવવો જરૂરી છે.આ બાબતે રાજ્ય સરકારમાં રજુઆત કરીને કસુરવારોને ખુલ્લા પાડીશું તેવી ચિમકી સાંસદ મનસુખ વસાવા દ્વારા ઉચ્ચારતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામ્યો છે..

સતીશ વસાવા સાથે / વિજય વસાવા, ઝગડીયા


Share to

You may have missed