રેન્જ આઈજી ની ઉપસ્થિતિમાં ડીએસપી, ડીવાય એસપી, પીઆઈ તથા પીએસઆઇ સહિત કાફલો ઉપસ્થિત રહ્યો….ઝઘડિયા જીઆઇડીસીમાં ધંધાની હરિફાઈમાં થયેલા ૧૦ રાઉન્ડ ગોળીબાર ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી છે, આરતી કંપનીમાં કોવોટેશન આપવા બાબતે બે જૂથ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો, તાલુકાના ચમારિયા ગામના રજનીકાંત રાજુ વસાવા ઉર્ફે રજની આરતી કંપનીમાં કોવોટેશન આપવા આવ્યા હતા, જેના પગલે એક જૂથના ૩૫ થી ૪૦ માણસો કંપની બહાર જાહેર માર્ગ પર એકત્ર થયેલ પૈકી કરણ રામુ વસાવા દ્વારા રિવોલ્વર વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અરૂણ નામના ઈસમ પર ધઃરિયા વડે હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. રિવોલ્વર વડે ફાયરિંગ થતા ઘટના સ્થળે અફરાતફળીનો માહોલ ઉભો થયો હતો. ફાયરિંગ બાદ જિલ્લા પોલીસ વહીવટી તંત્ર તુરંત એક્શનમાં આવતા ઘટના પહોંચ્યા હતા. રાજકીય વગ ધરાવતા જયમીન પટેલ સહિત ૧૫ સામે રજનીકાંત ઉર્ફે રજની વસાવાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી હતી,
ઘટનાના ૨૧ કલાક જેટલા ટૂંકા ગાળામાં જયમીન પટેલ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, આ આખી ઘટનાના પગલે રાજ્યભરમાં તેની અસર જોવા મળી હતી. ઝઘડિયા જીઆઇડીસીમાં ફાયરિંગના મામલામાં આજરોજ રેન્જ આઈ.જી સંદીપ સિંગ ઝઘડિયાની મુલાકાતે આવ્યા હતા તેઓ ઝઘડિયા પોલીસ મથક થી સીધા ઝઘડિયા જીઆઇડીસી ઘટના સ્થળે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. સ્થળની મુલાકાત લઈ ઘટના સંદર્ભે માહિતી મેળવી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.