October 30, 2024
Share to


ભરૂચની પૂર્વ પટ્ટીના શુક્લતીર્થ ગામે નર્મદા કિનારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મીતેનભાઈ પટેલ, ઠાકોરભાઈ તથા ગ્રામ પંચાયતના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પાવન નર્મદા તટે આવેલું તીર્થ ક્ષેત્ર એવા શુક્લતીર્થ ખાતે મીની કબીરવડના વૃક્ષ પ્રેમી મિતેનભાઈ પટેલ થતાં ગ્રામ પંચાયતના સહયોગથી નર્મદાના પાવન કિનારે વડના વૃક્ષોનું ગાયત્રી મંત્રોચ્ચાર સાથે રોપણ કરી પત્રકાર ભાઈઓ પર્યાવરણ જાળવણી માટેના પ્રયાસમાં સહયોગી બન્યા હતા.જેમાં ગ્રામ પંચાયતના સરપંચ રણધીરસિંહ માંગરોલા, પંચાયતના સભ્યો ગામના અગ્રણીઓ,વડીલો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સક્રિય પત્રકારના પ્રમુખ જયશીલભાઈ પટેલ તેમજ સભ્યોએ મિતેનભાઈ પટેલના પર્યાવરણ જાળવણીના પ્રયાસોને બિરદાવી તમામ સહયોગની ખાતરી આપી હતી.

આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મિતેનભાઈ પટેલને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શુક્લતીર્થના મીની કબીર વડના સર્જક મિતેનભાઈ પટેલ તેમજ સરપંચ અને ગામના સેવાભાવી અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્ય ઠાકોરભાઈ પટેલ,ઉપરાંત અગ્રણી ગ્રામજનો દ્વારા પત્રકારોના પર્યાવરણ જાળવણીમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કરી વાવવામાં આવેલ વૃક્ષોના જતનની ખાતરી આપી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી, સહ મંત્રી, પીઆરઓ સહિત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed