November 21, 2024

ઝઘડિયા જીઆઈડીસીમાં કંપની કોન્ટ્રાકટ મુદ્દે થયેલી ગેંગવોરમાં જયમીન પટેલ સહિત 5 ની ધરપકડ.

Share to

ઝઘડિયા જીઆઇડીસીમાં કંપની માં કોન્ટ્રાક્ટ ના કામો લેવા બાબતે ગતરોજ 8 થી 10 રાઉન્ડ રિવોલ્વરથી ફાયરિંગ કરવાની ઘટનામાં બની હતી ..તે બાબતે પોલીસે તાત્કાલિક એક્શન લઈ આ હુમલામાં સંડોવાયેલ 15 જેટલા શખ્સો વિરૂધ્ધ નામ જોગ તેમજ તેમજ અન્ય ઈશમો સામે ગુનો નોંધી કાયદેસર ની તપાસ હાથ ધરી હતી. આ હુમલા નો માસ્ટર માઈન્ડ પોલીસે બનાવમાં સંડોવાયેલા પૈકી મુખ્ય આરોપી જયમીન પટેલ સહિત પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

જીઆઇડીસીની આરતી કંપનીના નવા બની રહેલા પ્લાન્ટ પાસે ગઈકાલે ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલની મારામારીઅને ગોળીબારના દ્રશ્યો જોવા મળ્યાહતા. જે બનાવ બાદ જિલ્લા પોલીસ તુરત એક્શનમાં આવી હતી. ઝઘડિયા પોલીસે ૧૫ જેટલા શખ્સો વિરુદ્ધ નામજોગ તેમજ અન્ય ટોળા સામે હત્યાની કોશિશ, રાયોટીંગ તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ ધરી હતી.

અંકલેશ્વર હાથ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ

01-જયમીન રણછોડ પટેલ (ઉ.વર્ષ 38, રહે. અંકલેશ્વર),

02-આકાશ ચેતન યાદવ

03- અનિલ શાંતિલાલ વસાવા

04-જીતેન્દ્ર મહેશ વસાવા

05- વિકાસ ઉર્ફે વિકી શૈલેશ વસાવા (રહે વાલિયા)ની ધરપકડ કરી છે.

આરોપીઓએ ગતરોજ જીઆઇડીસીમાં ફરિયાદી રજની રાજુ વસાવા તથા તેની ટીમ ઉપર આડેધડ ફાયરિંગ કર્યું હતું.ઉપરાંત 10થી વધુ ગાડીઓની તોડફોડ કરી તેમજ ગાડીઓ ને નુકશાન પોહચાડ્યું હતું તથા અરૂણ ઉર્ફે ભાયા રાયસીંગ વસાવાને લાકડીના સપાટા મારી માથામાં માર મારી હિંસક હુમલો કર્યો હતો . પોલીસે ઝડપાયેલા પાંચ આરોપીઓનો વાલિયા પીએચસી ખાતે કોરોના ટેસ્ટ
કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તથા આ ગુના ના અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે…


Share to

You may have missed