October 30, 2024
Share to

કંપનીમાં કોન્ટ્રાક્ટ લેવાના મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ..

ખાનગી ગોળીબાર પણ થતાં વાતાવરણ ગરમાયું.

પોલીસ કાફલા એ દોડી જઈ સ્થિતિ પર કાબૂ મેળવ્યો.

ઝઘડિયા જીઆઇડીસીમાં બે જુથ વચ્ચે ની અથડામણ માં 10 થી થી વધુ કાર ની તોડફોડ કરાઈ હતી તેમજ ખાનગી રીવોલ્વર ના ફાયરીંગ પણ થતાં પોલીસ કાફલાએ દોડી જઇ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.ઝઘડિયા જી.આઇ. ડી.સી. પુનઃ એકવાર છેલ્લા કેટલાક સમયથી ધંધાકીય હરિફાઈ માં માથા ભારે સખ્સો હુમલા કરવા કે મારા મારી પર ઉતરી આવવાની ઘટનાઓ પ્રકાશ માં આવતી રહી છે .ત્યારે આજે ઝઘડિયા ની કંપનીઓમાં કામ કરવા બાબતે બે જુથ વચ્ચે ચાલતો ખટરાગ ચરમ સીમાએ પોહચતા ગેંગ વોર ખેલાયું હતું.જેના પગલે ઝગડીયા પંથક માં ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા દ્ર્શ્યો સર્જાયા હતા.

અને અનેક કારો ના કાચ સહિત વાહનોમાં તોડફોડ કરાઈ હતી.તો ખાનગી ફાયરિંગ પણ થતાં સમગ્ર પંથક માં ગભરાટ પ્રસરી ગયો હતો.માજી ધારાસભ્ય છોટુ વસાવા ના ભાણેજ રજની વસાવા આરતી ઇન્ડસ્ટ્રીઝ માં કોન્ટ્રાક્ટ નું કવોટેશન આપવા ગયા હતા તે સમયે કરણ વસાવાએ તેના કેટલાક સાગરીતો સાથે આવી ધારિયા, રિવોલ્વર જેવા મારક હથિયારો સાથે તુટી પડ્યા હતા .જેમાં હવામાં ફાયરિંગ થતા દોડધામ મચી જવા પામી હતી..જેમાં કારો ની તોડફોડ કરવા સાથે ધારિયા થી હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો જેને ખાનગી હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો . હુમલા ખોરો તે બાદ ફરાર થઈ ગયા હતા રજની વસાવાએ પોતે આવા હુમલાઓ થી ડરશે નહી તેમ કહી સ્થાનિક રાજકીય અગ્રણીઓના કમિશન ના કારણે આવા હુમલા કરાતા હોવાનું જણાવ્યું હતું અંકલેશ્વર dysp ચિરાગ દેસાઈ અને ભરૂચ sp લીના પાટીલ પણ ઘટનાના પગલે ઝઘડિયા દોડી ગયા હતા અને સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી પોલીસ કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા ઝગડીયા જીઆઈડીસી પોલીસે 307,રાયોટીંગ અને આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share to

You may have missed