November 28, 2024

સુપ્રીમ કોર્ટે ગુજરાતની નીચલી કોર્ટના ૬૮ જજાેના પ્રમોશન પર રોક લગાવીગુજરાતની નીચલી કોર્ટના ૬૮ જજાેના પ્રમોશન પર રોક, સુપ્રીમ કોર્ટે જજાેના પ્રમોશન પર લગાવી રોક

Share to


(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૧૨
ગુજરાતની નીચલી કોર્ટના ૬૮ જજાેના પ્રમોશન પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે જજાેના પ્રમોશન પર રોક લગાવી છે. રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજનું નામ પણ યાદીમાં સામેલ હતું. ત્યારે તેમનું પણ પ્રમોશન હાલ અટવાયુ છે. સુપ્રીમ કોર્ટે કેટલાક ચોક્કસ અવલોકન કર્યા છે. જેના આધારે આ રોક લગાવી હોવાની માહિતી સામે આવી છે. ૯ મેના રોજ યોજાયેલી સુનાવણીમાં ગુજરાતમાં નીચલી અદાલતના ૬૮ જ્યુડિશિયલ ઓફિસરોના પ્રમોશન સામે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સોમવારે આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષોની રજૂઆત પૂર્ણ થઈ હતી. માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવીને ૨ વર્ષની સજા સંભળાવનારા સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ એચ. એચ વર્માને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું હતુ. તેમની સાથે અન્ય ૬૮ જજની પણ બઢતી-બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજીમાં ગુજરાત હાઇકોર્ટની યાદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જજાેની નિમણૂંક માટે ઇસ્યુ કરવામાં આવેલ નોટિફિકેશન રદ કરવાની માંગ કરીને મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવીને નિમણૂંક કરવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ એમ. આર શાહની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરવામાં આવી હતી.


Share to

You may have missed