ગાંઘીનગર મહાત્મામંદિર ખાતે રૂ. ૧૯૪૬ કરોડના ખર્ચે બનેલા આવાસોનું, વિવિધ વિકાસલક્ષી પ્રોજકેટનું ખાતુમૂહર્ત અને શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે કરવામાં આવ્યું

Share to


(ડી.એન.એસ),તા.૧૨
ગાંઘીનગર
ગુજરાતના પનોતાપુત્ર અને દેશના કર્મઠ પ્રધાનસેવક નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ૪૪૦૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત અને શિલાન્યાસ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજયનામંત્રી રાઘવજી પટેલે સ્વાગત સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે વિવિઘ વિકાસલક્ષી પ્રોજકેટનું ખાતુમૂહર્ત અને શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો છે. આજે જે પણ આવાસના લાભાર્થીઓને મકાન મળ્યું છે તેમને ખૂબ શુભકામના પાઠવું છું. ભાજપા માટે દેશનો વિકાસ એ કમિટમેન્ટ છે. ભાજપ માટે રાષ્ટ્રનિર્માણ સતત ચાલનારો મહાયજ્ઞ છે. ગુજરાતમાં ભાજપ સરકાર બની તેને થોડોક સમય થયો છે પરંતુ જે રીતે વિકાસના કામોએ ઝડપ પકડી છે તે જાેઇ આનંદ થાય છે. ગુજરાતમાં ચાર નવી મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે,ગુજરાતમાં યુવાનો માટે રોજગારની નવી તકો સર્જાશે જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની ડબલ એન્જિનની સરકાર તેજ ગતીથી કામ કરી રહી છે. દેશમાં પાછલા ૯ વર્ષમાં જે પરિવર્તન થયુ છે તેનો દરેક દેશવાસી અનુભવ કરી રહ્યો છે. એક સમય હતો કે દેશના લોકોને મૂળભુત સુવિધા માટે તરસાવવામાં આવ્યા પરંતુ વર્ષો પછી દેશ આ સમસ્યામાંથી બહાર નિકળી રહ્યો છે. સરકારની દરેક યોજના છેવાડાના માનવી સુઘી પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૪ પછી અમારી સરકારે ગરીબોને ઘરની ન માત્ર પાકી છત આપી પરંતુ પરિવારને ગરીબીથી લડવા મજબૂત આઘાર આપ્યો છે. અમે સરકારના આવાસમાં માતા-બહેનનું નામ જાેડ્યું, લખપતિ માતાઓ-બહેનો આજે હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી મને આશીર્વાદ આપે છે. આજે સરકારના બદલે લાભાર્થી નક્કી કરે છે કે પીએમ આવાસ યોજનાથી તેનુ ઘર કેવુ બનશે તે દિલ્હી કે ગાંઘીનગરથી નક્કી નથી થતું તે લભાર્થી નક્કી કરે છે. પહેલા લાભાર્થીને મળનારા રૂપિયા ભ્રષ્ટાચારની ભેટે ચઠી જતા. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી બનતા ઘર આજે એક યોજના સુઘી સમિતિ નથી તે ઘણી યોજનાનું પેકેજ છે. રેરા કાયદાથી સામાન્ય પરિવારને મકાન ખરીદવા માટે સુરક્ષા મળી રહી છે. ગુજરાતમાં મધ્યમ વર્ગના ૫ લાખ પરિવારોને ૧૧ હજાર કરોડ રૂપિયાની મદદ આપી સરકારે તેમનું સ્વપ્ન પુર્ણ કર્યુ છે. આજે સૌ સાથે મળી આઝાદીના અમૃત કાળમાં વિકસીતભારતના નિર્માણ માટે પ્રયાસ કરીએ. ૨૫ વર્ષમાં આપણા ઘણા શહેરો દેશની અર્થવ્યવસ્થાને ગતી આપશે. ગુજરાતના ઘણા શહેરોમાં ઇલેક્ટ્રીક બસો પણ દોડાવવામાં આવી રહી છે. ગુજરાતે દેશને વોટર મેનેજમેન્ટ અને વોટર સપ્લાઇ ગ્રીડનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. સૌના પ્રયાસથી અમૃતકાળના દરેક સંકલ્પોને સફળતા પુર્વક પ્રાપ્ત કરી શકીશું. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારમા મળીને ૪૨ હજાર આવાસોમાં લાભાર્થીઓના ગૃહપ્રવેશ અને લોકાર્પણ તથા ખાતુમૂહુર્તનો અમૃત આવાસોત્સવ યોજાઇ રહ્યો છે. પહેલા લોકોને પોતાનુ મકાન બનાવવુ હોય તો લોઢાના ચણા ચાવવા જેવુ કામ હતું પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસના મંત્ર સાથે તમામ સમાજના વર્ગોને જાેડવાનું કામ ઉપાડયું છે. કોરોના કાળમાં ગરીબોને વિના મુલ્યે અનાજ આપવાની ચિંત પણ વડાપ્રધાન મોદીએ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ, મધ્યવર્ગને આવાસછત્ર આપવાનો સંકલ્પ કરી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મોટી સંખ્યામાં લોકોને પોતાનું ઘરનું ઘર આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સરકારે શહેરી વિસ્તારમાં ૮.૭૫ લાખ મકાનો અને ગ્રામીણ વિસ્તારમાં ૪ લાખથી વધુ આવાસો પુર્ણ કર્યા છે. ગુજરાતે ૨ વર્ષમાં શહેરી ક્ષેત્રમાં પીએમવાય યોજનાની શ્રેષ્ઠ કામગારી માટે કુલ ૧૩ એવોર્ડ મેળવ્યા છે. આર્ત્મનિભર ભારત અભિયાનના એફઓર્ડેબલ હાઉસિંગ કોમ્પલેક્ષ યોજનામા આવાસ પુરા પાડવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં એક પણ અઠવાડીયું એવુ નથી ગયુ કે જેમાં વિકાસનું કોઇ કામ ન થયું હોય.રાજયમાં વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા આવનાર પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આવનાર ૨૫ વર્ષ એટલેકે ભારતના અમૃતકાળને વિકાસ અને પ્રગતી માટે મહત્વ ગણાવ્યું છે. આ કાર્યક્રમમાં રાજયનામંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, બળવંતસિંહ રાજપુત, કુવરજીભાઇ બાવળીયા,ધારાસભ્યો, સાંસદો અને યોજનાના લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to