તા.૦૬-૦૫-૨૦૨૩ નેત્રંગ.
નેત્રંગ-રાજપીપલા રસ્તા ઉપર જવાબદાર અધિકારીઓની રહેમનજર હેઠળ ૧૫૦-૨૦૦ હાઇવા-ડમ્મર રાત-દિવસ ઓવરલોડ રેતી ભરી બેફામ દોડી રહ્યા છે.છાશવારે હાઇવા-ડમ્પરના દ્રારા અકસ્માતના બનાવો બનતા રહે છે. થોડા દિવસો પહેલા એક હાઇવા-ડમ્પરના ચાલકે મોવી ગામના પાટીયા પાસે ૫ વર્ષના માસુમ રોનકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયુ હતું.
નેત્રંગની ખાનગી ઇક્કો જીજે-૧૬-બીએન-૨૪૫૭ નો ચાલક પેસેન્જરને મોવી જવા માટે નિકળ્યો હતો.વાંદરવેલી ગામના પાટીયા પાસે એક પેસેન્જરને ઉતરવાનો હોવાથી ઇક્કોને રસ્તાની બાજુમાં ઉભી રાખી હતી.જે દરમ્યાન નેત્રંગ તરફથી હાઇવા-ડમ્મર નં જીજે-૦૫-બીઝેડ -૭૮૯૪ નો ચાલક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતા ઉભી રહેલ ઇક્કોને પાછળથી ટક્કર મારતા ઇક્કોમાં બેઠેલા પેસેન્જરને હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડતા ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્ત પેસેન્જરની બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સશ. નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથઁ ખસેડવામાં આવ્યા હતા.જ્યારે શરીરના ભાગે ગંભીર ઇજાઓના પગલે ૪ ઇજાગ્રસ્તોને રાજપીપલા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાઇવા-ડમ્મર કબ્જે કરી તપાસ હાથધરી હતી.
* ઇજાગ્રસ્તોની યાદી…..
(૧) ધીરુબેન દલસુખભાઈ (ઉ.૭૦.રહે મોવી)
(૨) દોરીયાભાઈ કડીયાભાઈ (ઉ.૬૦ રહે.વાંદરવેલી)
(૩) ધનુબેન સંજયભાઈ જોગી (ઉ. .૪૦ રહે.લાલમંટોડી નેત્રંગ)
(૪) અક્ષયકુમાર સંજયભાઈ જોગી (ઉ.૭ રહે.લાલ મંટોડી નેત્રંગ)
(૫) હરસીદાબેન ધનજીભાઈ વસાવા (ઉ.૨૪.રહે કાંટીપાડા)
(૬) અંકીતાબેન મથુરભાઈ વસાવા (ઉ.૨૬.રહે ઉમરખાડી) (૭).જસુમતીબેન રાજેન્દ્રભાઈ વસાવા (ઉ.૩૭ .રહે.ડેડીયાપાડા)
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
તિલકવાડા તાલુકાના ખાતાઅસીત્રરા ગામ માં એક 3 ત્રણ વર્ષના બાળક પર દીપડા એ હુમલો કરયો દીપડા યે બાળક ના ગળા ના ભાગે દાત મારી અને બાળક ના શરીર પર અનય ભાગે ગંભીર ઇજા પહોંચી
જૂનાગઢ માં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણકરતો ગુલામ હુસેન સેખની અટકાયત કરી, વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી. જૂનાગઢ પોલીસ
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.