રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટમાંથી રાહત નહીં, માનહાની કેસમાં ફેંસલો સુરક્ષિત રાખ્યો

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૪
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા માનહાનિના કેસમાં દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન અરજી પર મંગળવારે, એટલે કે ૨જી મેના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે રાહુલને વચગાળાની રાહતનો ઇનકાર કરી દીધો હતો, આ દરમિયાન તેમને દોષિત ઠરાવવાની અરજી પર પોતાનો ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. સુરત જિલ્લાની એક કોર્ટે મોદી સરનેમ કેસમાં દાખલ કરાયેલ ફોજદારી માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે પછી રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. જસ્ટીસ હેમંત એણ પ્રાચ્છકની પીઠની સમક્ષ ફરિયાદકર્તા પૂર્ણેશ મોદી તરફથી વરિષ્ઠ વકીલ નિરુપમ નાણાવટી હાજર રહ્યાં હતા. તેમને કહ્યું કે, ગુનાઓની ગંભીરતા, સજાને આ સ્તરે ન જાેવી જાેઈએ. તેમની (રાહુલ ગાંધી) ગેરલાયકાત કાયદા હેઠળ થઈ છે. આ બધાની વચ્ચે ન્યાયાધીશે એક આદેશ પાસ કર્યો જેમાં ટ્રાયલ કોર્ટે તેની સામે મૂળ રેકોર્ડ અને મામલા તરફથી કાર્યવાહી રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.


Share to