ટ્રાફિક નિયમો ભંગ કરતા વાહન ચાલકો સાવધાન!અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ ખાતે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરવામાં આવી

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૪
મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા અને લોકો દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કિસ્સા વધી રહ્યા છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઈ મેમો આપવામાં આવે છે. જાે કે, ઘણા કિસ્સામાં વાહન ચાલકો આ મેમો ભરતા નથી. એવામાં ગુજરાત રાજ્યમાં એક નવતર પહેલ શરુ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી ટ્રાફિકના ઈ ચલણ માટેની આ અનોખી શરુઆત છે. અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ ખાતે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓના ચલણો સાથે વન નેશન વન ચલણ પ્રોજેકટનું સફળ સંકલન થશે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરાઈ છે. ઈ ચલણની દંડની રકમ ૯૦ દિવસમાં નહીં ચુકવાય તો આપોઆપ ટ્રાફીક કોર્ટમાં ચલણ મોકલાવાશે. ત્યાર બાદ વાહન માલિકના મોબાઈલ ફોન પર એસએમએસ દ્રારા નોટીસ મોકલવામાં આવશે. આમ હવે ઈ મેમો ન ભરતા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં આવશે.


Share to