November 21, 2024

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કીમોજ ગામની પાયલોટ બનેલી ઉર્વશી દુબે નુ દુધધારા ડેરી ખાતે અભિવાદન કરવામાં આવ્યું.

Share to

વિકટ પરિસ્થિતિમાં કઈ રીતે પરિવારના સંઘર્ષ અને એક પાયલોટ તરીકે તેમની સફળ સંઘર્ષ યાત્રાની માહિતી આપી હતી

જંબુસર તાલુકાના કિમોજ ગામની દૂધ મંડળીના ચેરમેન અને દૂધ ઉત્પાદક અશોકભાઈ દુબે ની સુપુત્રી ઉર્વશી દુબે ને પાયલોટ બનવા પર આજે દૂધધારા ડેરી ખાતે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા ડિરેક્ટર સાગરભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જંબુસરના કિમોજ ગામના દૂધ ઉત્પાદક પરિવારની સુપુત્રી ઉર્વશી અશોકભાઈ દુબે એક દૂધ ઉત્પાદક પરિવારની સંઘર્ષથી સફળતાની અને સિદ્ધિ નું જીવતું જાગતું ઉદાહરણ છે.

દૂધધારા ડેરી ખાતે યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં જંબુસર એપીએમસીના ચેરમેન વિરલભાઈ મોરી, દુધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર ભાઈ પટેલ સહિત મેનેજરીઅલ સ્ટાફ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાયલોટ ઉર્વશીબેને તેમના પ્રાસંગિક ઉદબોધનમાં એક ગરીબ પશુપાલક પરિવારમાંથી આર્થિક વિકટ પરિસ્થિતિમાં કઈ રીતે પરિવારના સંઘર્ષ અને એક પાયલોટ તરીકે તેમની સફળ સંઘર્ષ યાત્રાની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાયલોટ ઉર્વશીબેનના પિતા અશોકભાઈ દુબે ૧૯૯૫ સુધી દૂધધારા ડેરીમાં રૂટ કોન્ટ્રાક્ટર ટેમ્પા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા ત્યારબાદ ૧૯૯૫ માં તેઓ પોતાના વતન કીમોજ જંબુસર ખાતે ગયા હતા અને ચાર ગાયોથી દૂધ પશુપાલનની શરૂઆત કરી હતી અને તેમના ડેરી સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. હૈદરાબાદ ખાતે પાયલોટના ઇન્ટરવ્યૂમાં જ્યારે ઉર્વશીબેનને પૂછવામાં આવ્યું કે તમારા પિતા શું કરે છે? ત્યારે પણ તેઓએ ગૌરવભેર જણાવેલ હતું કે મારા પિતા પશુપાલનનો અને ખેતીનો વ્યવસાય કરે છે. હાલમાં પણ અશોકભાઈ કીમોજ દૂધ મંડળીના ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને પશુપાલન થકી દૂધ ઉત્પાદનનો વ્યવસાય પણ કરી રહ્યા છે. અશોકભાઈ દુબે દૂધધારા ડેરીની કાયા પલટ કરવા તથા પ્રગતિના પંથે લઈ જવા બદલ ઘનશ્યામભાઈ પટેલને ખુબ ખુબ અભિનંદન આપી બિરદાવ્યા હતા અને સાથોસાથ દૂધધારા ડેરીની ઘનશ્યામભાઈના સબળ નેતૃત્વ હેઠળ પ્રગતિના તેઓ સાક્ષી હોવાનું પ્રાસંગિક ઉદબોદનમાં તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઘનશ્યામભાઈ પશુપાલક પરિવારની પાયલોટ દીકરીના સંઘર્ષથી સિદ્ધિ સુધીના સફરને પ્રેરણા તરીકે લઈ સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સફળતા ચોક્કસ મળે છે તેમ જણાવ્યું હતું. સાથોસાથ આવનારા વર્ષોમાં ડેરી વિકાસના નવા આયામો સર કરે તેમ જ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તે માટે તમામ કર્મચારી મિત્રો ને પ્રયત્ન કરવા અને પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહવાન કર્યું હતું.


Share to

You may have missed