DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

Share to

સમગ્ર વિશ્વમાં ચેન અમન અને શાંતિ જળવાય રહે તેવી ખુદા પાસે દુઆ કરીને રમજાન ઈદની ઉજવણી કરી…




સમગ્ર હિન્દુસ્તાન માં મુસ્લિમ બિરાદરો દ્વારા આજ રોજ ઇદુલ ફિત્ર ના પવિત્ર ત્યોહાર ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં પણ હર્ષોલ્લાસ સાથે મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરીને એક બીજા ને ગળે મળીને સમગ્ર વિશ્વમાં ચેન અમન અને શાંતિ જળવાય રહે તેવી ખુદા પાસે દુઆ કરીને રમજાન ઈદની ઉજવણી કરી હતી

રમજાન ઈદ એ મુસ્લિમ બિરાદરોના પવિત્ર ત્યોહાર છે રમજાન માસ દરમિયાન આખો મહિનો મુસ્લિમ બિરાદરો રોઝા રાખીને ખુદાની બંદગી કરતા હોય છે અને ૩૦ દિવસના રોજા બાદ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવે છે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપ ઝઘડિયા તાલુકાના ભાલોદ,વણાંકપોર,તરસાલી,ક્રષ્ણપરી ઉમલ્લા,ઇન્દોર,પાણેથા રાજપારડી વગેરે ગામોના મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરી હતી અને એકબીજાને ગળે મળીને ભાઇચારા સાથે રમજાન ઈદની ઉજવણી કરતા સમગ્ર વિશ્વમાં ચેન અમન બની રહે અને દરેક વ્યક્તિ સુખમય જીવન જીવી શકે તેવી ખુદા પાસે પ્રાર્થના કરી હતી.


Share to

You may have missed