વાલીયા તાલુકાના કોંઢ ગામે રહેતા મહંમદ બિલાલ અહમદ બેગ અંકલેશ્વર કાપોદ્રા પાટિયા ખાતે ચશ્માની દુકાન ધરાવે છે.ગતરોજ મહંમદ બિલાલ રાત્રે ૯ વાગ્યે તેની દુકાનેથી પરત ઘરે આવી ઘરના આંગણામાં તેની પોતાની માલિકીની ઈકો કાર પાર્ક કરેલ હતી અને રોજીંદા જીવન પ્રમાણે સુઈ ગયા હતા . બીજે દિવસે સવારે મહંમદ બિલાલ ઉઠીને ઘરની બહાર જોયું તો પાર્ક કરેલ તેની ઈકો ગાડી જગ્યા પર હતી નહિ . ઘરની આજુબાજુમાં તથા ગામમાં ઈકો ગાડીની તપાસ કરતા તે મળી આવેલ નહીં.આશરે ૧,૭૦,૦૦૦ ની કિંમ તની ઈકો ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમો રાત્રી દરમ્યાન ડુપ્લીકેટ ચાવીથી અથવા લોક તોડી ચોરી કરી લઈ ગયા હતા.જેથી મહંમદ બિલાલ બેગે વાલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વાલીયા પોલીસ ફરિયાદ નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.