September 7, 2024

ઝઘડીયા તાલુકાના રતનપુર ભિલવાડા ગામેથી કદાવર દિપડો ઝડપાયો ગામના સરપંચે વનવિભાગને જાણ કરાતા વનવિભાગે દિપડાને પાંજરે પુર્યો

Share to


દિપડાની ઉમર અંદાજે ૩ વર્ષ અને ૩૫ કીલો વજન હોવાનુ અનુમાન લગાવાય રહ્યુછે


ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર -ભિલવાડા ગામના સરપંચના વાડાના પાછળના ભાગેથી કદાવર દિપડાને ઝડપી પાડવા ઝઘડીયા વનવિભાગને સફળતા મળીછે ઝઘડીયા ના રતનપુર – ભિલવાડા ગામમાં બકરા તેમજ મરઘાનો શિકાર કરતો હિંસક દિપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધોછે ઝઘડીયા વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે તાલુકાના રતનપુર ભિલવાડા ગામના સરપંચ બિરબલભાઇ ગોરધનભાઇ વસાવાએ ગામની સીમોમાં દિપડાની હાજરી જણાતી હોઇ વનવિભાગને માહિતી આપી હતી વનવિભાગના આર.એફ.ઓ.એસ.યુ.ઘાંચી,રાજપારડીના ફોરેસ્ટર મહેશભાઇ વસાવા,બીટગાર્ડ સુમંતાબેન વસાવા ગામના રોઝમદારો ગોપાલભાઇ,મહેન્દ્રભાઇ,ભગાભાઇ તેમજ સ્થાનિકોની મદદથી દિપડાને ઝડપી પાડવા ૨૬મી જુલાઇના રોજ પાંજરૂ ગોઠવુ હતુ અને સ્થાનિકો તેમજ વનવિભાગની ટીમે રાત્રિ દરમિયાન વોચ ગોઠવી હતી આ દરમિયાન ૩૦મી જુલાઇના રોજ મળસ્કે ૫ વાગ્યે કદાવર દિપડો પાંજરે પુરાયો હતો વનવિભાગ દ્રારા ઝઘડીયાની કચેરી ખાતે દિપડાને પહોચાડી તેના શરીરમાં માઇક્રોચીપ બેસાડી ખોરાક પાણી મળી રહે તેવા વન્ય વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત હાથધરીછે દિપડાની અંદાજે ૩ વર્ષની ઉમર અને અંદાજે ૩૫ કીલો વજન હોવાનુ અનુમાન લગાવાય રહ્યુછે ઉલ્લેખનીય છે કે તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારોમાં શેરડીના ખેતરોમાં દિપડાઓ વસવાટ કરતા હોઇછે અને શેરડી કટીંગની સીઝન દરમિયાન દિપડાઓ સહ પરિવાર અન્ય આશ્રયસ્થાનોની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં પહોચી જઇ બકરા,મરઘા,પશુઓ,માનવીઓ પર હિંસક હુમલાઓ કરેછે.

પ્રતિનિધિ:-કાદર ખત્રી..


Share to

You may have missed