September 7, 2024

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં પાંચ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા…

Share to


ઝગડિયા નગરમાં ગુરુવારે સાંજે પાંચ કલાકે સમગ્ર નગરનો વીજ પુરવઠો ખોરવાતા નગરજનો ત્રસ્ત થઈ ગયા હતા. કોઈ કારણોસર વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાતા ફોલ્ટ શોધવામાં વીજ કર્મીઓને સાત કલાક જેટલો લાંબો સમય નીકળી ગયો હતો. રાત્રે બાર વાગ્યે વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.

વીજ વિક્ષેપના પગલે નગરજનો પરસેવે રેબઝેબ થયા હતા. ઝઘડિયા નગરમાં છાસવારે વીજ વિક્ષેપ સર્જાતો હોવાના પણ લોકો આક્ષેપો કરી રહ્યા છે. પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરાતી હોવા છતાં વીજ વિક્ષેપ સર્જાતા લોકોમાં DGVCL સામે ભારે રોષ જોવા મળ્યો હતો. વીજ વિક્ષેપના પગલે સોશ્યલ મીડિયામાં લોકોએ DGVCL ની હાંસી ઉડાવી હતી. DGVCL દ્વારા વીજ વિક્ષેપ રહિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે એવી નગરજનો દ્વારા માગ ઉઠવા પામી છે…

કાદર ખત્રી


Share to

You may have missed