જૂનાગઢના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામે દતટેકરી આશ્રમ ખાતે શાસ્ત્રી દ્વારા 100 બિલીપત્રના વૃક્ષો ઉછેર્યા

Share to

જૂનાગઢ -11-04-2023

જૂનાગઢના ભેસાણ દત્ત ટેકરી આશ્રમ ના શાસ્ત્રી ચેતન મહારાજ તેમજ શિષ્ય દ્વારા એક વર્ષથી 100 જેટલા બીલીપત્રના વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કર્યો..

દત ટેકરી આશ્રમના શાસ્ત્રી ચેતન મહારાજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેમાં દત ટેકરી આશ્રમ ખાતે આવનારા તમામ યાત્રિકોને ભોજન તરસ્યાને પાણી અને ભોજન પણ આપવામાં આવે છે તેમ જ દર્શનનો લાભ પણ ભક્તો અચૂક લેછે દત ટેકરી આશ્રમ ના શાસ્ત્રી ચેતન મહારાજના જણાવ્યા પ્રમાણે બીલી પત્ર વૃક્ષનું ઉછેર કરવાથી શાસ્ત્રો પ્રમાણે 100 યજ્ઞ જેટલું પુણ્ય મળે છે તેમજ અનેક પશુ-પક્ષીઓ નો વિસામો અને બીલીપત્રમાં જે ફળ આવે છે તેમાંથી પક્ષીઓ પણ ખોરાક લઇ શકે છે અને શાસ્ત્રો પ્રમાણે બીલીપત્રના વૃક્ષ નીચે શાસ્ત્રોક વિધિ હોમ હવન કરવાથી પણ પુણ્યનું ભાથું બંધાય છે કોઈ ભૂખ્યાને જમણવાથી સ્વર્ગનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને બીલીપત્ર નું શ્રાવણ માસમાં ખૂબ જ મહત્વ હોય છે જે ભગવાન શંકરને ચઢાવવામાં આવે છે અને ભોળાનાથ પ્રસંગ પણ થાય છે અને ભક્તોનું ધાર્યું કામ પણ થાય છ

રિપોર્ટર / મહેશ કથિરીયા, જૂનાગઢ
#DNSNEWS


Share to