November 21, 2024
Share to

નેત્રંગ. તા,૧૦-૦૪-૨૦૨૩



ભરૂચ જિલ્લા ના નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમા માથાનો દુ:ખાવો બનેલી વિકટ ટ્રાફીક સમસ્યા ને હલ કરવા નેત્રંગ પોલીસે લાલ આંખ કરતા રોડ ટચ લારીઓ લઈ ઉભા રહેતા લારી ધારકો સામે પણ ફરીયાદ દાખલ કરી કાયદેસર ની કાયઁવાહી કરતા લારી ધારકોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.


તો બીજી તરફ નેત્રંગ અંકલેશ્વર રોડ સહિત અન્ય રોડોપર પોલીસ તંત્ર ની રહેમ નજર થી ખાનગી પ્રેસેન્જર વહન કરતા વાહન ધારકો ખુલ્લે આમ ટાફીક ને અડચણ રૂપ વાહનો રોડ વચોવચ ઉભા રાખતા હોય તેની સામે તંત્ર થકી કોઈ કાર્યવાહી નહિ થતી હોવાની  અંદરો અંદર  લારી ધારકો મા ચચાઁઇ રહ્યુ ને તંત્ર  પ્રત્યે છુપો રોષ ઠાલવી રહ્યા છે.
નેત્રંગ ચાર રસ્તા વિસ્તાર માંથી નેત્રંગ  થી ડેડીયાપાડા થઈ મહારાષ્ટ્ર ને જોડતો નેશનલ હાઇવે તેમજ અંબાજી થી ઉમરગામને જોડતો નેશનલ હાઇવે અને નેત્રંગ થી અંકલેશ્વર ને જોડતો રાજય ધોરીમાર્ગ પસાર થાય છે. જેની લઈ ને ચાર રસ્તા વિસ્તાર માંથી ચોવીસ કલાક નાના થી લઈ ને વિકરાળ ભારદારી વાહનો પસાર થતા હોય છે. બીજી તરફ માગૅ-મકાન વિભાગ ની રહેમ નજર ને લઇ ને ચાર રસ્તા વિસ્તારમા તમામ રોડ પર રોડ ટચ દુકાન ધારકોએ પોતાની દુકાનો લાવી દીધી છે. ચાર રસ્તા વિસ્તારમા નેત્રંગ તાલુકાની ૭૮ ગામની આમ જનતા સહિત નમઁદા,સુરત, તાપી જીલ્લા ની આમ જનતા રોજબરોજ અનાજ કરીયાણાથી લઈ ને તમામ વસ્તુ ની ખરીદી માટે લોકો પોતપોતાના વાહનોને લઈ ને ઉમટી પડતા હોવાના કારણે ચાર રસ્તા વિસ્તાર મા ટ્રાફિક ની સમસ્યા એક માથાનો દુ:ખાવો સાબીત થઈ છે.


ત્યારે તેવા સંજોગોમા નેત્રંગ પોલીસ સ્ટેશન મા નવા મુકાયેલ પીએસઆઇ કે, એન, વાધેલાએ લોકોને પડતી સમસ્યા ઓને ધ્યાન પર લઇ ને ચાર રસ્તા વિસ્તાર મા ટ્રાફિક સમસ્યા ના નિરાકરણ માટે લાલ આંખ કરતા પ્રજાએ રાહતનો દમ લીધો છે. પ્રજાને અડચણ રૂપ શાકભાજી, ફ્રુટ બિસ્કિટ, સોડા, નાસ્તા ની લારી આડેધડ ટ્રાફિક ને અડચણ ઉભી રાખનારા સામે પણ પોલીસે લાલ આંખ કરતા ફટની લારી અડચણ ઉભી રાખનાર હરેશ ભાઇલાલભાઇ પરમાર સામે  આઇ પી સી કલમ ૨૮૩ મુજબ કાયદેસર ની પોલીસ ફરિયાદ દાખલ કરતા લારી ધારકોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
  તેવા સંજોગોમા પોલીસ તંત્ર ની રહેમ નજર થી ખાનગી પ્રેસેન્જર વહન કરતા વાહન ધારકો નેત્રંગ અંકલેશ્વર રોડ સહિત ના વિસ્તારોમા ખુલ્લે આમ ટ્રાફિક ને અડચણ રૂપ રોડ વચ્ચે વાહનો ઉભા રાખતા હોય તેની સામે કોઈ કાર્યવાહી નહિ થતા લારી ધારકો પોતાનો છુપો રોષ તંત્ર પ્રત્યે ઠાલવી રહ્યા છે. એક ને ખોળ ને બીજા ને ગોળ વાળી નીતી પોલીસ બંધ કરે..



રિપોર્ટર / *વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed