ઝગડીયા 07-04-2023
કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક દ્વારા ૨૫૧ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું.
ઝઘડીયા જીઆઇડીસીના યુપીએલ યુનિટ-05દ્વારા વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીએલ લિમિટેડ સમાજના વિકાસમાં મદદરૂપ થવા અવિરત કાર્યરત છે. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ ના રોજ રક્તદાન કેમ્પ યોજીને આ દિવસની ઉજવણી યુપીએલ યુનિટ-05 ખાતે કરવામાં આવી હતી.
કંપનીનું આ વર્ષનું થીમ સૌ માટે આરોગ્ય હેલ્થ ફોર ઓલ ને સાર્થક કરવા બ્લડ ડોનેશન કરી જરૂરિયાતમંદ લોકોને બ્લડ આપી નવું જીવન મળે તેવી મદદની ભાવનાના ઉદ્દેશથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં યુપીએલ યુનિટ-05 ની સાઈટ લીડરશીપ તથા કર્મચારીઓ દ્વારા 251 યુનીટ થી વધારે રક્તદાન કરવામાં આવ્યું હતું. હેલ્થ કેર સોસાયટી અને રોટરી ક્લબ અંકલેશ્વર સંચાલિત કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર ટીમના માધ્યમથી રક્તદાનમાં આવેલ સૌ રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી શુભેચ્છા પાઠવી હતી અને આ ટીમે યુપીએલ લિમિટેડ યુનીટ-05 ના કર્મચારી ગણને રક્તદાન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.