September 5, 2024

“”ગરજેલા વાદળો ફરી વળ્યાં”” ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના સરપંચ પાસે પટાવી ફોસલાવી નિવેદન લખાવી લીધુ હોવાનો ઉમલ્લા પોલીસ પી એસ આઈ ઉપર સરપંચ નો આક્ષેપ…

Share to

હાલમાં પણ‌ જીલ્લા કલેક્ટર ના જાહેરનામાનો અમલ તંત્ર દ્વારા કરાવવામાં આવતો નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો..

વિડિઓ જોવા માટે નીચે સ્ક્રોલ કરો 👇

ઝગડીયા તાલુકાના પાણેથા ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામાનો અમલ કરાવવા અને ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારતો એક પત્ર આપવામા આવ્યો હતો જેમાં ઉમલ્લા પોલીસ તંત્ર ને રજૂઆત માં કરવામાં આવી હતી.

તે બાદ રજૂઆતના સંદર્ભમાં ઉમલ્લા પોલીસે નિવેદન લેવાનું હોય તેમ કહી સરપંચ પાસે જાહેરનામાના અમલ બાબતની તેમની અગાઉ ની રજૂઆત પાછી ખેંચું છું તેમ પટાવી ફોસલાવી નિવેદન લખાવી લીધું હોવાનું પાણેથા ના સરપંચે આક્ષેપ કર્યો છે…

કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ઉમલ્લા પાણેથા રોડ ઓવરલોડ રેતી, પાણી નિતરતી રેતી ના વાહનોના કારણે બિસ્માર થતો હોય માર્ગ મકાન વિભાગ દ્વારા જાહેરનામાનો અમલ કરાવવા રજૂઆત થતા ૨૦૧૨ માં ૧૬.૨૦૦ ટન થી વધુ વજન‌ વાળા વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાની જવાબદારી આસીસ્ટંટ કલેકટર દ્વારા જવાબદાર પોલીસ વિભાગ, ભુસ્તરશાસ્ત્રી તથા આરટીઓ ને સોંપી હતી.

પરંતુ હાલમાં પણ‌ જીલ્લા કલેક્ટર ના જાહેરનામાનો અમલ તંત્ર દ્વારા કરાવવામાં આવતો નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

લીઝ સંચાલકો ભૂસ્તર વિભાગ અને ઉમલ્લા પોલીસની મિલી ભગતના કારણે જવાબદાર સરકારી પોલીસ, ભુસ્તર અધિકારી જાહેરનામાનો અમલ ન થાય તેમ ઈચ્છતી રહી છે.તેવો પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. આ બાબતે પાણેથા અસા વિગેરે ગ્રામજનોએ ઝઘડિયા ના ધારાસભ્ય, તાલુકા પંચાયતના ઉપપ્રમુખને પણ રજૂઆત કરી હતી અને તેમણે પાંચ દિવસનો સમય આપ્યો હતો પરંતુ પાંચમા દિવસે પણ ઓવરલોડ વાહનો બંધ થયાં નથી

જો જવાબદાર વહીવટી તંત્ર દ્વારા તથા લીઝ સંચાલકો દ્વારા જાહેરનામાનો અમલ નહીં કરવામાં આવે તો આંદોલનની ચિમકી સ્થાનિક ગ્રામજનોએ ઉચ્ચારી છે. ત્યારે કહી શકાય કે “”ગરજેલા વાદળો ફરી વળ્યાં “” છે અને ફરી આંદોલનો ની પરિસ્થિતિ સર્જાય અને તેમાં રેતી લીઝ માલિકો ટ્રક માલિકો અને ડ્રાંઇવરો ની તું તું મેં મેં થવા ના સ્પષ્ટ એંધાન સર્જાય તો નવાઈ નહીં..


Share to

You may have missed