તા.૪/૯/૨૦૨૪ ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ સુરત દ્વારા મહિલા બોક્સિંગ માટે આંતર કોલેજ અને આંતર યુનિવર્સિટી પસંદગીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમા સરકારી વિનયન અને વાણિજય કોલેજ ગરૂડેશ્વર કોલેજ ની વિદ્યાર્થીની સીમા પરમારે ૭૦-૭૫ કિ.ગ્રા વજન કેટેગરી માં ભાગ લીધો હતો. તેઓએ આ સ્પર્ધામાં વિજેતા બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.આ સમગ્ર કોલેજ માટે ગૌરવ ની વાત છે.તેમણે કોલેજ અને પોતાના પરિવાર નું ગૌરવ વધાર્યું છે.આ માટે કોલેજ ના આચાર્યશ્રી ડો.તરૂલતા ચૌધરી મેડમે તેમજ કોલેજ ના અધ્યાપકો એ અભિનંદન પાઠવ્યા હતા..
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/09/image_editor_output_image70685074-1725520413409.jpg)