November 21, 2024

રાજપારડી નગરમાં ચાલતી ગટર લાઈનને કામગીરી માં વેઠ ઉતારવામાં આવી રહી હોય તેવી લોકચર્ચા …

Share to

રાજપારડી – 06-04-2023

સરકારી ગ્રાન્ટો ના રૂપિયા ની મલાઈ કાઢી ચાઉં થઈ જવાના એંધાન

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના રાજપારડી ગામે હાલ ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે જેમાં ગટર ની પાઇપો ને રોડ થી સમયાંતર પાથરી દેવામાં આવી હોઈ તેમ લાગી રહ્યું છે અને ઉપર માત્ર એક કોક્રીટ પથ્થર મૂકી દેવામાં આવ્યો છે.. ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને તંત્ર ની મીલીભગત થી આ કામ મા ભ્રસ્ટાચાર થઈ રહ્યો હોઈ તેવી લોક ચર્ચા એ જોર પકડ્યું છે..હાલ GMDC રોડ પર આવેલ માધવપુરા ફાટક થઈ સાંકડીયા જવાના માર્ગ ઉપર હાલ ગટર લાઈન નાખવામાં આવી રહી છે જેમાં હલકી કક્ષા નું કામ થઈ રહ્યું હોઈ તેવી લોકબુમ ઉઠવા પામી છે ગટર ની પાઇપ નીતિ નિયમ મુજબ ઉંડાઇ તેમજ ઘરના બાથરૂમ થી પાણી ની લાઈન ગટરમાં આપવા સુવ્યવસ્થિત રીતે આપી શકાય તેમ પણ નથી અને અનેક જગ્યા ઉપર માત્ર લાઈન તોડી અને ખુલ્લામાંજ લાઈન આપી દેવામાં આવી છે..

ત્યારે આ બાબતે સ્પષ્ટ જણાઈ રહ્યું છે વિકાસને લગતા કામોમાં પાણી અને ગટરની યોજનાઓ ની અંદર માં મોટાભાગે પંચાયતો દ્વારા જે કોન્ટ્રાક્ટરો એજન્સીઓ ને કામ આપવામાં આવે છે તેઓ દ્વારા વિકાસના કામો ની અંદર ગેરરીતિ વાપરી હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરી ગ્રાન્ટો ના રૂપિયા ની મલાઈ કાઢી ચાઉં થઈ જવાના એંધાન જોવાઈ રહ્યા છે… ત્યારે રાજપારડી નગરના જીએમડીસી રોડ પાસે આવેલ અને સાકળિયાને જોડતા માર્ગ પર રહેતા લોકો માટે રસ્તા ની બાજુ મા અને અન્ય ફળિયામા હાલ ગટર લાઈનની કામગીરી ચાલી રહી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં હલકું મટીરીયલ અને નિયમો મુજબ કામ ના થતા હોવાના દ્રશ્ય મીડિયા ના ધ્યાને આવ્યા છે…જો વાત કરવામાં આવે તો રાજપારડી ગ્રામપંચાયત હદ મા આવતો આ વિસ્તારમા મોટાભાગે આદિવાસી ગરીબ પરિવારો રહેતા હોય છે ત્યારે આ ગરીબ પરિવારોને સરકારી યોજનાના આધારે સુવિધા આપવામાં તો આવી રહી છે પરંતુ તેમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલીભગત થી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોઈ તેવી છુપી લોકબુમ ઉઠવા પામી છે ત્યારે આદિવાસી બેલ્ટ મા રહેતા ગરીબ અને અશિક્ષિત લોકોના વિસ્તારની અંદર આવી હલકી ગુણવત્તા નું કામ ચાલી રહ્યું છે તો શુ ગ્રામ પંચાયત અને તંત્રના અધિકારીઓ શું આ બાબતે અજાણ છે ? શું જે તે વિભાગ દ્વારા ગટર ની કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે જે તે કોન્ટ્રાક્ટર ની કામગીરીને ચકાસણી કરવામાં આવી છે કે નહીં ? તે હાલ પ્રશ્નાર્થ સર્જાયો છે…

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકામાં ગત વર્ષોમા વિકાસ ના કામો માટે 14 માં નાણાપંચ અને હાલ ચાલુ વર્ષના 15માં નાણાપંચની અને ગ્રાન્ટો આવીને પડી છે અને આ ગ્રાન્ટો નો હજુ સુધી ઉપયોગ થયો ના હોવાની વિગતો બહાર આવી છે અને પાછલા વિકાસ ના કામો પણ હજુ સુધી થયા નથી ત્યારે આ સરકારી ગ્રાન્ટો ના રૂપીયા ગામો અને ગ્રામજનો હિતમા સમયસર વાપરવા અને વિકાસલક્ષી કામોને પંચાયતો દ્વારા સુચારુ રૂપથી અને સુવ્યવસ્થિત રીતે કામગીરી કરાવાની જવાબદારી હોઈ છે.. પરંતુ સરકારી ગ્રાન્ટો માંથી આવતા રૂપિયા ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મીલીભગતથી આ રૂપિયા ક્યાંક ને ક્યાંક હલકી ગુણવતા વાળું મટીરીયલ વાપરી તેમાંથી મલાઈ કાઢી લોક હિત માટે આવતા રૂપિયા ચાઉં થઈ જતા હોઈ છે ત્યારે હાલ રાજપારડી ગામમા ચાલતા ગટર લાઈન ના કામ બાબતે તંત્ર સ્થળ નિરીક્ષણ કરે અને યોગ્ય માપદંન્ડો ના આધારે કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…


Share to

You may have missed