અમદાવાદમાં આઈ પી એલ મેચ ની પ્રથમ મેચ પૂર્વે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અરિજીત સિંઘ ધોનીને પગે લાગ્યો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
દેશ અને વિદેશ માં સંગીત માટે યુવાનો અને તમામ વર્ગ ના લોકો માં સૌથી વધુ પ્રખ્યાત અને ચહિતા અરજીત સિંઘ અને ક્રિકેટ રમતા ને અને ઘણા બધા યુવાનોના આદર્શ એવા મહેન્દ્ર સિંઘ ધોની એક જ સ્ટેજ પર જાેવા મળ્યા હતા. અમદાવાદમાં દુનિયના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ૈંઁન્ ૨૦૨૩ નો શુભારંભ થઈ ચૂક્યો છે. ૩૧મી માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અહીં મેચ રમાઈ હતી જે પહેલા ૈંઁન્ ઓપનિંગ સેરેમનીમાં અરિજીત સિંઘ, રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન અરિજીત સિંઘનું ધોની પ્રત્યેનું માન સન્માન લાખો લોકોની જનમેદની વચ્ચે જાેવા મળ્યું હતું. ધોની અને અરિજીતના ફેન્સ મોટી સંખ્યામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં હાજર હતા, આ દરમિયાન અરિજીતના લાઈવ પરફોર્મન્સ બાદ ધોનીએ મેદાનમાં એન્ટ્રી કરી તો અરિજીતે લોકોના દિલ જીતી લીધા હતા. અરિજીતે ધોનીના પગ સ્પર્શ કરીને કરીને પોતાના માટે ધોની પ્રત્યે જે માન છે તેને છતું કર્યું હતું. અરિજીત ધોનીને પગે લાગ્યો ત્યારે દિગ્ગજ ક્રિકેટરને પણ આશ્ચર્ય થયું હતું. આ દરમિયાન જે તસવીર કેમેરામાં કેદ થઈ તે ઘણી જ વાયરલ થઈ રહી છે. ફેન્સ આ બન્ને દિગ્ગજાે પ્રત્યે જે માન સન્માન હતું તેમાં વધારો થઈ ગયો છે. મેચ પહેલા અરિજીત સિંઘની સાથે રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ લાઈવ પરફોર્મન્સ આપ્યા હતા. આ પરફોર્મન્સ લગભગ ૨૫ મિનિટ જેટલું ચાલ્યું હતું. જે બાદ બન્ને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંઘ ધોનીએ મેદાનમાં એન્ટ્રી કરીને પરફોર્મન્સ આપનારા કલાકારોને મળ્યા હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં ધોનીની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીન ૧૭૮ રન બનાવ્યા હતા, જ્યારે ગુજરાત ટાઈટન્સે ૧૯.૨ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે ધમાકેદાર બેટિંગ કરીને ૫૦ બોલમાં ૯૨ રન બનાવીને ચેન્નાઈની મજબૂત સ્થિત બનાવી હતી. પરંતુ હાર્દિક પંડ્યાની ટીમ શરુઆતથી જ ચેન્નાઈના બોલરો પર હાવી રહી હતી અને અંતમાં જીત મેળવી લીધી હતી. ગુજરાતની ટીમમાંથી શુબમન ગિલે ૩૬ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા. મેચમાં રાજવિંદર હંગરગેકરે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી, પરંતુ ચેન્નાઈના અન્ય બોલરો ગુજરાતને મેચ જીતતા રોકી શક્યા નહોતા.


Share to